દાણીલીમડામાં પોલીસ પર પથ્થરમારો
અંદરોઅંદર ઝઘડી રહેલા યુવકોને છોડાવવા પહોંચેલી પોલીસ પર સ્થાનિક નાગરિકોએ કરેલો હુમલો :૧૮ની ધરપકડ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આંતકવાદી હુમલાની દહેશતના પગલે પોલીસ હાઈએલર્ટ પર છે અને નાઈટ પેટ્રોલીંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે આ દરમિયાનમાં શહેરના દાણીલીમડા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક ચાલીમાં અંદરોઅંદર ઝઘડી રહેલા યુવકોને જાઈ પોલીસ દોડી જતાં ચાલીના નાગરિકોએ પોલીસ ટીમને ઘેરી લઈ જારદાર પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી.
આ અંગે પોલીસ અધિકારીએ કંટ્રોલ રૂમને જાણ કરતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો સ્થળ પર પહોચી ગયા હતા અને તોફાની બનેલા ટોળાને વિખેરી કાઢી ૧૮ શખ્સોની ધરપકડ કરી હતી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ધાર્મિક તહેવારો ચાલતા હોવાથી પોલીસતંત્રનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ચાલી રહયુ છે ત્રાસવાદી હુમલાની દહેશત વ્યકત કરાતા પોલીસ વધુ એલર્ટ બની ગઈ છે અને શહેરના તમામ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહયું છે ખાસ કરીને રાત્રિ દરમિયાન શહેરભરમાં પેટ્રોલીંગ કરી શંકાસ્પદ વ્યક્તિ પુછપરછ કરવામાં આવી રહી છે
આ દરમિયાનમાં શહેરના દાણીલીમડા વિસ્તારમાં સ્થાનિક પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલીંગમાં હતી આ સમયે દાણીલીમડા વિસ્તારમાં આવેલી ચામુંડાનગરની ચાલીમાં રાત્રિના ૧.૩૦ વાગ્યાની આસપાસ કેટલાક સ્થાનિક યુવકો અંદરોઅંદર ઝઘડી રહયા હતા જેના પરિણામે વાતાવરણ તંગ બની ગયું હતું આ દરમિયાનમાં જ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ત્યાં આવી પહોચી હતી અને યુવકોને છુટા પાડવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ આવી પહોંચતા જ ઝઘડી રહેલા યુવકો એક થઈ ગયા હતા અને ચાલીમાંથી પણ વધુ કેટલાક શખ્સો દોડી આવ્યા હતા અને એક મોટુ ટોળુ સ્થળ પર એકત્ર થઈ ગયું હતું.
પોલીસ ટીમ કશું સમજે તે પહેલા જ એકત્ર થયેલા ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને જારદાર પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી ગઈ હતી એલર્ટ બની ગયેલા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી જેના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક વધુ કુમુક સાથે સ્થળ પર જવા રવાના થઈ ગયા હતા.
પોલીસની વધુ ટીમો આવી પહોંચતા જ તોફાની બનેલું ટોળુ વધુ હિંસક બન્યુ હતું જાકે પોલીસ અધિકારીઓએ બળ પ્રયોગ વાપરી ટોળાને
વિખેરી નાખ્યું હતું અને સ્થળ પરથી ૧. પ્રવિણ પરમાર ર. સુરેશ પરમાર ૩. જગદીશ પરમાર ૪. નિલેશ પરમાર પ. ધીરજ પરમાર (સગીર) ૬. મહાદેવ સહિત કુલ ૧૮ શખ્સોને ઝડપી લીધા હતા આ તમામને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હુમલાની આ ઘટનામાં પીએસઆઈ એન.પી. ગરાસિયાએ ફરિયાદ નોંધાવતા દાણીલીમડા પોલીસે ટોળા વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.