દાણીલીમડામાં યુવતીને વોટસએપ પર ન્યુડ ફોટો મોકલનાર ફોટો સ્ટુડીયોનો માલીક ઝડપાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, યુવતીઓ ડગલે ને પગલે શારીરિક તથા માનસિક શોષનું ભોગ બનતી હોય છે સોશીયલ મિડીયાનો વ્યાપ વધ્યા બાદ હવે હવસખોરો અને રોમીયો તેનો દુરુપયોગ કરીને વધુને વધુ યુવતીઓને પરેશાન કરે છે આવા જ એક બનાવમાં પોલીસે દાણીલીમડામાં ફોટો સ્ટુડીયો ધરાવતા એક ઈસમને ઝડપી લીધો છે જેણે સ્ટુડીયો ઉપર આવેલી એક યુવતીનો ફોન નંબર લઈ ન્યુડ ફોટો મોકલી આપ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે આશરે એક મહીના અગાઉ દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક યુવતી ફોટો ફ્રેમ બનાવવા માટે શાહઆલમમાં આવેલા ફોટો સ્ટુડીઓ ખાતે ગઈ હતી જયાં તેને સ્ટુડીયોમાં મુકેલુ એક ફોટોવાળુ કુશન ગમી જતાં તે બનાવવા ઓર્ડર આપ્યો હતો.
જે વખતે સ્ટુડીયોના માલિક એહમદ હનીફ અલીભાઈ શેખ (રહે. શુકુન ફલેટ, મસ્તાન મસ્જીદની બાજુમાં, ફતેવાડી) તેનો ફોન નંબર લીધો હતો ઓર્ડર તૈયાર થતા હનીફે યુવતીને ફોન કરી કુશન લઈ જવા જણાવ્યું હતું જે લઈ યુવતીએ ઓનલાઈન પેમેન્ટ કરી આપ્યુ હતું અને સ્ક્રીન શોટ હનીફને મોકલી આપ્યો હતો.
થોડીવાર બાદ હનીફે યુવતીને એક ન્યુડ ફોટો વોટસએપ પર મોકલ્યો હતો જે જાેતાં જ યુવતી ગભરાઈ ગઈ હતી અને પરીવારને જાણ કરતાં તમામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોચ્યા હતા પોલીસે તાત્કાલીક પગલાં લઈ હનીફને ઝડપી લઈ તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે પુછપરછમાં હનીફે પોતાની દાનત ખરાબ થતાં આવુ કૃત્ય કર્યાનું સ્વીકાર્યું હતું.