Western Times News

Gujarati News

દાણીલીમડા તથા વટવામાં ચોરીની ઘટના

પરીવાર બહાર ગયો તસ્કરો તિજારી સાફ કરી ગયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાઓ બનતાં નાગરીકો ત્રસ્ત થઈ ગયા છે સીસીટીવી ફુટેજ અને સિક્યુરીટી ગાર્ડસ હાલના સમયમાં મોટાભાગના સોસાયટીમાં હોવા છતા તસ્કરો બિદાસ્ત ઘરફોડ ગુનાઓને અજામ આપી રહ્યા છે આ Âસ્થતિમાં દાણીલીમડા તથા વટવા વિસ્તારમાં ઘરફોડની વધુ બે ઘટના સામે આવી છે.

દાણીલીમડા નગમાનગર નજીક આવેલી ઈમરાન રેસીડેન્સીમમાં રહેતા અકરમમ સાબીરઅલી અંસારી નોકરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે કેટલાક દિવસ અગાઉ અકરમભાઈ પરીવારને લઈ નજીકમા જ રહેતા મોટાભાગના ઘરે ગયા હતા જ્યાથી સાજના સુમારે પરત ફરતા તેમના દરવાજાના તાળા તૂટેલા જાઈ તે ચોકી ઉઠ્યા હતા ઘરમાં તપાસ કરતા બેડરૂમમા મુકેલી તિજારીમાંથી એક લાખની રોકડ તથા સોના ચાદીના દાગીના સહીત રૂપિયા બે લાખનો મતાની અજાણ્યો શખ્શો ચોરી કરી ગયા હતા.

અન્ય બનાવ વટવામાં બન્યો છે બ્રીજની બાજુમાં રાધે ઓમ સીટીમા રહેતા અલ્પેશભાઈ મકવાણાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે કે કેટલાક દિવસ અગાઉ પોતે પરીવાર સહીત વતન બોટાદ ખાતે ગયા હતા એના બીજા દિવસે પાડોશી રજનબેને ફોન કરી તેમના ઘરનો દરવાજા ખુલ્લો હોવાની તેમને જાણ કરી હતી. તાબડતોડ ઘરે પહોચતા અલ્પેશભાઈ જાતા બેડરૂમમાં મુકેલી તિજારી અડધી ખુલી હતી જેમા મુકેલા સોના ચાદીના દાગીના તથા રોકડા રૂપિયા પચોતેર હજાર સહીતા કુલ દોઢ લાખની મતા ઉપર ચોરોએ હાથ ફેરો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.