દાણીલીમડા : તળાવમાં નહાવા પડતાં બે બાળકોનાં મોત
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ: ગત કેટલાંક દિવસોથી શહેરમાં પડી રહેલાં વરસાદને કારણે શનિવારે દાણીલીમડા વિસ્તારમાં ગોઝારી ઘટના બની હતી. જેમાં ખાડામાં ભરાયેલાં પાણીમાં બે કિશોર નહાવા માટે કુદતા ડુબી જવાથી તેમનાં મૃત્યુ નીપજ્યા છે. સ્થાનિકે બન્નેને જાેઈ લેતાં બહાર કાઢીને હોસ્પિટલે પહોંચાડયા હતા.
જાે કે તેમને બચાવી શક્યા નહોતા. આ ઘટનાની વિગત એવી છે કે શનિવારે સવારે દાણીલીમડા બેરલ માર્કેટ નજીક બિસ્મીલ્લા પાર્કની પાસે આવેલા ખાડામાં વરસાદી પાણી ભરાતાં નજીક રહેતાં બે કિશોરો તેમાં નહાવા પડ્યા હતા. જાે કે થોડી વારજ વારમાં ડુબવા લાગતા નજીકની જ કોઈ વ્યક્તિ તે બન્નેને જાેઈ ગઈ હતી અને બુમાબુમ કરતાં બન્ને બાળકોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં તેમણે એલ.જી. હોસ્પિટલ ખાતે લઈ જતાં ફરજ પરનાં તબીબે બન્નને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના અંગે દાણીલીમડા પીઆઈ વસાવાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બિસ્મીલ્લા પાક, ચિ!તીયા રો હાઉસ, બેરલ માર્કેટમાં રહેતાં અરસદ ઝુબેરભાઈ અંસારી (૧૧) અને રેહાન મુનવરબેગ મિર્ઝા (૧ર) બન્ને નજીકમાં આવેલા પંપીઝા સ્ટેશન પાસેના ખાડામા નહાવા પડ્યા હતા. જાે કે કોઈ કારણસર ઘટના બનતા બન્નેનું મૃત્યું નિપજ્યું છે. બન્નેના ચપલ પણ ખાડાની નજીક મળી આવ્યા છે. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બન્નેના મૃત્યુ થતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.