દાણીલીમડા : પેટ્રોલપંપમાંથી રૂપિયા ૧.૬૬ લાખની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ, દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચોવીસ કલાક ચાલતા પેટ્રોલપંપમાંથી રૂપિયા ૧.૬૬ લાખની ચોરીની ફરીયાદ થતાં ચકચાર મચી છે.
આ અંગેની વિગત એવી છે કે ભુલાભાઈ મંગલપાર્ક ખાતે આવેલા સર્વો પોઈન્ટ ઈન્ડીયન પેટ્રોલપંપના મેનેજર બુધવારે રાત્રે અગિયાર વાગ્યે ડયુટી પર આવ્યા હતા મોડી રાત્રે તે આરામ કરતાં હતા
બીજા દિવસે સવારે છ વાગ્યે ફ્યુલર શિવજીભાઈએ છુટ્ટા રૂપિયા માંગતા આકાશભાઈએ ડ્રોવર તપાસતા તેમાં રૂપિયા નહોતા. જેથી માલિકને જાણ કર્યા બાદ શોધખોળ કરવા છતાં રૂપિયા ન મળી આવતા છેવટે તેમણે છેવટે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ૧.૬૬ લાખ રૂપિયાની ચોરીની ફરીયાદ નોંધાવી છે.