દાણીલીમડા પોલીસે મુંબઈના બે સપ્લાયરો સહીત ત્રણને ૬.ર૦ લાખના મેથેએમ્ફેટામાઈન ડ્રગ સાથે ઝડપી લીધા

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, છેલ્લા કેટલાંક સમયથી અમદાવાદમાં ડ્રગ્સનો વેપલો કરનારા પર પોલીસતંત્રએ લાલ આંખ કરી છે અને મોટેભાગે તપાસનો છેડો મુંબઈ સુધી પહોંચે છે ત્યારે દાણીલીમડા પોલીસે બાતમીને આધારે મહારાષ્ટ્રના બે સપ્લાયરો અને દાણીલીમડાના એક શખ્સને રૂપિયા ૬.ર૦ લાખના મેથેએમ્ફેટામાઈનના જથ્થા સાથે ઝડપી લીધા છે.
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી તઆવીને કેટલાંક શખ્શો ડ્રગ્સ સાથે શાહઆલમ, ટોલનાકા પાસેની હોટલ માલવા પેલેસના કંપાઉન્ડમાં હોવાની બાતમી મળતાં તેમણે સ્ટાફ સહીત ત્યાં દરોડો પાડયો હતો અને થાણેના ઈરફાન સૈયદ (૩૯) તથા સર્જીલ લિયાકત સરગુરૂ (૩ર) ઉપરાંત દાણીલીમડાની છીપા સોસાયટીના રજીન નદીમ સૈયદને ઝડપી લીધા હતા તેમની પાસેથી ૬.ર૦ લાખનો મેથેએમ્ફેટામાઈનનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે આ ત્રણેય વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરી તેમની વધુ તપાસ શરૂ કરી છે.