દાણીલીમડા વિસ્તારમાં ફરી એક વખત સામાન્ય તકરારમાં હત્યાનો બનાવ
અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ફરી એક વખત સામાન્ય તકરારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ૨૨ વર્ષીય યુવકને અગાઉની અદાવતમાં ધ્યાનમાં રાખી માર મારવામાં આવ્યો. જાેકે સારવાર દરમિયાન યુવકનું મોત થતા દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોધી એક આરોપીને અટકાયત કરી છે.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીનું નામ છે તોસીફ છીપા. આરોપી સહિત તેના ભાઈ અને પિતા પણ આ હત્યાના ગુનામાં સંડોવાયેલ છે. હત્યા કરવાનું કારણ હતું. અગાઉની તકરાર પાડોશમાં રહેતા યુવકની હત્યા કરવાનો આરોપ પાડોશી પરિવાર પર લાગ્યો છે. જાેકે આરોપી તોસિફના પિતા સજજુ છીપા અને તેના બંને ભાઈઓ હાલ પોલીસ ચોપડે ફરાર છે.
પરંતુ હત્યાના ગુનામાં તેમની પણ સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવાની દિશામાં પોલીસે કાર્યવાહી કરી છે.
બનાવ અંગેની વાત કરીએ તો ગત ૨૭ ઓગસ્ટના રોજ અગાઉના ઝઘડાની અદાવતમાં મૃતક આસિફ નીલગરને માર મારવામાં આવ્યો. જેમાં આરોપી અને તેને ત્રણ દીકરાઓની સંડોવાયેલ હતા. આસિફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોલીસે મારામારી અંગેની ફરિયાદ નોધી તપાસ શરૂ કરી. બાદમાં થોડા દિવસમાં આસિફ સારવાર દરમ્યાન મૃત્યુ પામતા પોલીસે હત્યાના ગુનાનો ઉમેરો કરી તપાસ શરૂ કરી હતી. હાલ તોસીફ નામના એક આરોપીની પોલીસે અટકાયત કરી અન્ય શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે, સામાન્ય તકરારમાં મનુષ્યનો તામસી સ્વભાવ ક્યારેક અન્ય માટે જીવલેણ સાબિત થતો હોય છે. તે પ્રકારના બનાવ હવે અમદાવાદમાં વધતા જઈ રહ્યા છે ત્યારે મનુષ્યના જીવનની કિંમત કેટલી એક યક્ષ પ્રશ્ન એ બન્યો છે.HS