દાતા મહાસુખભાઈ પટેલે મોડાસાના ડુઘરવાડા હાઈસ્કૂલની મુલાકાત લીધી
મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા નજીક દુઘરવાડા ગામે આજરોજ દાતા શ્રી મહાસુખભાઈ પટેલે હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી.અમદાવાદ સ્થિત ડુઘરવાડા ગામના પનોતા પુત્ર અને જાણીતા ઉધોગપતિ મહાસુખભાઈ પટેલે શાળામાં દરેક ધોરણના વર્ગોમાં જઈને બાળકોને અભ્યાસ સબંધી પૂછપરછ કરી હતી અને અભ્યાસમાં વધુ ધ્યાન આપી કઈક બનવા સંકલ્પબદ્ધ બનો એવી શીખ આપી હતી. આ મુલાકાત વેળાએ દાતા શ્રી મહાસુખભાઈ પટેલની સાથે,મંડળના મંત્રી અમૃતભાઈ પટેલ,પ્રિન્સિપાલ ચેતનભાઈ પટેલ,જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ,બકોરભાઈ પટેલ(સાકરીયા)વગેરે ઉપસ્થિત રહ્યા હતા.