દાદા- દાદીએ મને મંચ પર આત્મવિશ્વાસથી છલોછલ રહેવાનો અહેસાસ કરાવ્યોઃ વિદિશા

જીવનમાં એક સૌથી ઉત્તમ બંધન દાદા- દાદી કે નાના- નાની અને પૌત્રો વચ્ચેનો સંબંધ છે. તેમના દાયકાઓના જીવનનો અનુભવ, વાર્તાઓ અને જ્ઞાન મૂલ્યવાન બોધ ધરાવે છે, જે આપણને બહેતર નાગરિક બનવામાં મદદ કરે છે.
આ ઈન્ટરનેશનલ ગ્રાન્ડપેરન્ટ્સ ડે પર એન્ડટીવીના કલાકારો તેમના દાદા- દાદી સાથેના તેમના વિશેષ જોડાણ અને યાદોને તાજી કરે છે. અને આ વૃદ્ધ પેઢી માટે તેમના આદર અને આભાર દર્શાવીને આ દિવસ અનુકૂળ બનાવતાં તેઓ હકદાર છે તે દરેક માટે તેમનું સન્માન કરે છે.
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભી તરીકે વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “હું બાળપણથી સંયુક્ત પરિવારમાં ઊછરી છું. મારી માતા નોકરિયાત હતી. જોકે ઘરમાં મારાં દાદા- દાદી હોવાથી મારી માતાને ક્યારેય મારી કે મારા ભાઈ ઘરમાં એકલાં હોઈએ અથવા અમે ખાવાનું ખાધું કે નહીં કે અમારું હોમવર્ક સમયસર પૂરું કર્યું કે નહીં તેની ચિંતા રહેતી નહોતી,
જેથી મારી માતાઓની તમામ ચિંતા દૂર થતી હતી. મારાં દાદા- દાદી હંમેશાં મારી કારકિર્દીમાં પ્રોત્સાહન અને આધાર સ્રોત રહ્યાં છઠે. મારા દાદા- દાદીએ મને મંચ પર કે ક્લાસરૂમમાં કે પડદા પર હોઉં ત્યારે મૂલ્યવાન અને આત્મવિશ્વાસથી છલોછલ અહેસાસ કરાવ્યો છે.
મારી દાદી હંમેશાં મને ખાસ કરીને સંગીત સાથેની મોંઘી ભેટો આપતી અને મારી બહેન અને હું તેને તાલે નાચતાં. મારી દાદી મારી પરફેક્ટ મેન્ટર હતી. આજે પણ મને તેની ખોટ સાલે છે.”