દાનહના ખરડપાડા ખાતે રિલાયન્સ કંપનીમાં રક્તદાન કેમ્પનું આયોજન

(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)
(પ્રતિનિધિ) વલસાડ, દાદરા નગર હવેલીના ખરડપાડા ગામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને લાયન્સ કલબ ઓફ સિલવાસાના સહયોગ દ્વારા કંપનીના ચેરમેન સ્વ. ધીરુભાઈ અંબાણીના પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કંપનીના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, આ કેમ્પમાં ર૧૧ યુનિટ રક્ત એકત્ર થયું હતું. આ અવસરે કંપનીના પોલીસ્ટર હેડ વેંકટે ગોપાલન, સાઈટ પ્રેસીડન્ટ વી.કે. પાટીલ સહિત લાયન્સ કલબ ઓફ સિલવાસાના પ્રતિનિધિઓ, રેડક્રોસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં. દર વર્ષે રિલાયન્સ કંપનીમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.*