Western Times News

Gujarati News

દાનહનું કામ કોઈ મંત્રાલયમાં અટકશે નહીંઃ કેન્દ્રીય મંત્રી વૈષ્ણવ

(તસ્વીરઃ અશોક જાેષી) સેલવાસ, લાયન્સ સ્કુલ ખાતે યોજાયેલ જાહેર સંમેલનમાં કેન્દ્રીય રેલ્વે, સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જાે ભાજપ દાનહ લોકસભા પેટાચૂંટણીમાં જીતશે તો ભારત સરકારના તમામ મંત્રાલયોમાં દાનહના વિકાસની યોજનાઓમાં કોઈ અડચણ નહીં આવશે.

દાદરા નગર હવેલીનું નામ આવતાની સાથે જ પોતે મારા ત્રણ મંત્રાલયો સહિત અન્ય તમામ મંત્રાલયોમાં જઈને તે યોજનાને મંજૂરી અપાવીશ. ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત ઉપરાંત, હું પોતે દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્વ અને સમર્થન ચાલું રાખીશ. કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે દાદરા નગર હવેલીની વિકાસલક્ષી યોજનાઓ કેન્દ્ર સરકાર સાથે જાેડાયેલી છે.

તેઓ લાયન્સ સ્કૂલ ખાતે આયોજિત પ્રબુદ્ધ સંમેલનમાં બોલતા હતાં. સાથે ગુજરાત ભાજપના પ્રમુખ
સી.આર. પાટીલ, ગુજરાત સરકારના ધારાસભ્ય ગણપત વસાવા, પીયૂષ દેસાઈ, ચૂંટણી ઉમેદવાર મહેશ ગાવિત, પાર્ટીના પ્રભારી વિજય રાહટકર, વરિષ્ઠ નેતા ફતેહ સિંહ ચૌહાણ, એસએમસી પ્રમુખ રાકેશ સિંહ ચૌહાણ વગેરે ઉપસ્થિત હતાં.

રેલ્વે મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ દરમિયાન તાળીઓ પાડીને અને થાળી વગાડીને જનતાને હિંમત આપી હતી. તે હંમેશા ટીકાકારોથી ઉપર ઉઠીને દેશ અને લોકોના હિતને પ્રાધાન્ય આપે છે. તેમણે અમારા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા અને સ્વદેશી રસી બનાવવાની સિદ્ધિ થોડા સમયમાં શક્ય બની. સી.આર. પાટીલ, મહેશ ગાવિત અને ફતેહસિંહ ચૌહાણે પણ આ પરિષદને સંબોધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.