Western Times News

Gujarati News

મોહન ડેલકરે લોકસભાના સેશનમાં સ્પીકર ઓમ બિરલાને ધન્યવાદ વ્યક્ત કર્યો

(પ્રતિનિધિ) વલસાડ, દેશની ૧૭મી લોકસભાના નવનિયુક્ત સ્પીકર ઓમ બિરલાનો ધન્યવાદ પ્રસ્તાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે પણ લોકસભા સેશન દરમિયાન સ્પીકર ઓમ બિરલાને ધન્યવાદ આપ્યા હતા. સંઘપ્રદેશ દમણ- દીવ અને દાદરા નગર હવેલીમાંથી કોઈ સાંસદે સ્પીકરની ચૂંટણી બાદ રાખવામાં આવેલ ધન્યવાદ પ્રસ્તાવ પર નવનિયુક્ત સ્પીકરને લોકસભામાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, તમામ કેબિનેટ મંત્રી અને સાંસદોની હાજરીમાં ધન્યવાદ આપ્યા હોય તેવી આ પહેલી ઘટના છે. એક સિનિયર સાંસદને લોકસભામાં આપવામાં આવતું મહત્વ પણ આજે પ્રદેશની જનતાને સમજાયું છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.