Western Times News

Gujarati News

દાનહ સેવ હ્યુમન અને બ્લડ ડોનેશન હેલ્પ લાઈન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

(તસ્વીરઃ- અશોક જાષી, વલસાડ)
(પ્રતિનિધિ) વલસાડ 03062019 : દાદરા નગર હવેલી ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી સેલવાસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવ હ્યુમન હેલ્પલાઈન અને બ્લડ ડોનેશન હેલ્પલાઈન દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશની વિવિધ સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો. આ કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પમાં ૧૦પ યુનિટ રક્ત એકત્ર થયુ હતું. આ કેમ્પમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું.  આ કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના સભ્યો અપ્પુ પટેલ, અદાલા રામબાબુ નાયડુ, મોહન કે.એસ ધીરજ ભાનુશાલી, યશવંતભાઈ અતુલભાઈ શાહ સહિત લાયન્સ કલબ ઓફ સીલવાસાની ટીમ, રેડક્રોસની ટીમ ઉપÂસ્થત રહી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.