દામનગરમાં રખડતા પશુઓથી અકસ્માતના બનાવ
અમરેલી, દામનગરમાં રખડતા ઢોરના ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે, જેને લઈને માનવ જિંદગી જાેખમમાં મુકાઈ છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરમાં ખુલ્લેઆમ ફરતા રખડતા ઢોર કોઈ મોટો અકસ્માત સર્જે તે પહેલા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. શહેરમાં એન્ટ્રી થતાં મુખ્ય ભુરખિયા ગેઈટથી લઈને કુંભનાથ મહાદેવ મંદિર તરફ જતા માર્ગો પર રખડતા ઢોર જાેવા મળે છે.
સતત અહીં હાઈવે પસાર થતો હોવાથી મુખ્ય રસ્તાઓ પર ઢોર અડીંગો જમાવીને બેઠેલા જાેવા મળતા અને રસ્તો બ્લોક કરી બેસી જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય સરદાર સર્કલ વિસ્તારની ગલીઓમાં પણ રખડતા સાંઢનો વધુ અડીંગો જાેવા મળે છે.અહીં શાક માર્કેટ હોવાને કારણે સતત અવર-જવર લોકોની હોય છે તેવામાં લોકોને અકસ્માતે ઈજા પહોંચાડવાનો પણ ભય છે.
રખડતા ઢોરને પકડીને આયોજન કરી વાડાઓ સહિતની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને અહીં રખડતા સાંઢનો ત્રાસ વધારે છે. આખલાઓ દ્વારા અવાર-નવાર કોઈ વ્યક્તિના પાછળ થવાની ઘટના પણ બનતી હોય છે