“દામિની” ફિલ્મના દિગ્દર્શકને ચેક રિટર્ન કેસમાં ૧ વર્ષની સજા

ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં ૧ વર્ષની સજા
રાજકોટ, તારીખ પે તારીખ મિલતી હૈ મગર ઈન્સાફ નહિ મિલતા, બોલિવૂડની દામિની ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષીને રાજકોટની અદાલતે ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો છે.
ફિલ્મ નિર્માણા રાજકુમાર સંતોષી સામે રાજકોટના પાંચમા એડિ. સિનિયર સિવિલ જજ એન.એચ. વસવેલિયાની કોર્ટમાં ગુરુવારે કેસ ચાલી જતા રાજકુમાર સંતોષીને એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબનું વળતર ૬૦ દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે.
જાે વળતરની રકમ નિયત સમયમાં ન ચૂકવે તો વધુ એક વર્ષની સજાનો આદેશ કર્યો છે. સંતોષી અને રાજકોટના બિલ્ડર અનિલભાઈ જેઠાણી સાથે નાણાકીય લેતીેદેતીના સંબંધો હોવાથી આર્થિક વ્યવહાર કર્યા હતા.
જેમાં સંતોષીએ આપેલો પ લાખનો ચેક બેંકમાંથી વસુલાયા વગર પરત ફર્યો હતો. જેથી અનિલ જેઠાણીએ તેમના એડવોકેટ કોટેચા મારફત નોટિસ પાઠવી હતી. છતાં રકમ ચુકવવાની દરકાર નહિ કરતા અંતે રાજકોટ કોર્ટમાં ર૦૧૬માં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.