દારુડિયાઓ કામ પડતા મુકી દારુની દુકાનો ઉપર પહોંચ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/daru-wine-scaled.jpg)
પાટનગર દિલ્હીમાં દારૂની દુકાનો બહાર લાંબી લાઈનો- લોકડાઉન દરમિયાન દારુની દુકાનો બંધ રહેવાની હોવાથી દારૂની દુકાનો પર ભીડ
નવી દિલ્હી, દિલ્હીમાં લોકડાઉન લગાવવાનુ એલાન થતાની સાથે જ દારુની દુકાનોની બહાર લાંબી લાંબી લાઈનો જાેવા મળી રહી છે. લોકો વહેલી તકે દારુ ખરીદીને સ્ટોક કરી લેવા માંગે છે.
મળતી વિગતો પ્રમાણે દિલ્હીમાં કોરોનાએ સર્જેલી બેકાબૂ સ્થિતિના કારણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાત્રે દસ વાગ્યાથી ૬ દિવસનુ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આ ૬ દિવસ દરમિયાન દિલ્હીમાં જીવન જરુરિયાત માટેની સેવાઓ જ ચાલુ રહેશે.
આ જાહેરાત સાંભળતાની સાથે જ આજે દારુની દુકાનોની બહાર ભીડ જામી ગઈ હતી. ઠેર ઠેર લાંબી કતારો નજરે પડી હતી. કારણકે લોકો આગામી ૬ દિવસ માટે દારુનો સ્ટોક કરી લેવા ઉમટી પડ્યા હતા. લોકડાઉન દરમિયાન દારુની દુકાનો બંધ રહેવાની હોવાથી દારુડિયાઓ બધા કામ પડતા મુકી દારુની દુકાનો પર પહોંચી ગયા હતા. ગયા વર્ષે પણ લોકડાઉનના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા ત્યારે પણ આ જ પ્રકારના દ્રશ્યો દારુની દુકાનોની બહાર જાેવા મળ્યા હતા.