દારુની હોમ ડિલિવરી કરનારા યુવકોની પોસ્ટ વાયરલ થઈ
પટના, બિહારના રાજદ મહિલા મહાસચિવ નેત્રી ગાયત્રી દેવીએ સોશિયલ મીડિયા ઉપર તસવીર પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કેટલાક યુવકો શરીર ઉપર દારૂની બોટલો બાંધી છે. તસવીરો અંગે ગાયત્રી દેવીએ ટ્વીટ કરીને નીતિશ સરકાર ઉપર નિશાન સાધ્યું છે. તેમણે તસવીરો ટ્વીટ કરતા લખ્યું છે કે આ ટાઈમ બોમ્બ વાળા આતંકીઓ નથી. નીતિશ કુમાર સુશીલ મોદીના રાજ્યમાં ઘર ઘર દારુની હોમ ડિલિવરી કરનાર આર્ત્મનિભર બિહારી યુવાનો છે. અહીં બિહાર સરકારનો દાવો છે કે બિહાર આર્ત્મનિભર બની રહ્યું છે.
આ દાવાઓને ગાયત્રી દેવીએ નકારી કાઢ્યા છે. રાજદ પટનાએ પણ મંગળવારે ટ્વીટ કરીને બિહાર સરકાર ઉપર નિશાન સાધ્યું છે. તેમણે યુવકોની દારુની તસ્કરી અંગે સવાલો ઉઠાવ્યા છે. રાજદનું કહેવું છે કે હવે બિહારમાં કુરિયર કંપની સેનિટાઈઝરના નામ પર દારુની તસ્કરી કરી રહી છે. રાજદનો આરોપ છે કે દારુની હજારથી વધારે ખેપ આવે છે પરંતુ બતાવવા માટે એક બેને પકડીને દેખાડે છે.
રાજદનું કહેવું છે કે એક તરફ સીએમ નીતિશ કુમાર દારુબંધીને લઈને બિહારમાં માનવ શ્રૃંખલા બનાવી રહ્યા છે તો બીજી તરફ બૂટલેગરો, સત્તારૂઢ દળો અને પોલીસકર્મચારીઓની મીલીભગતથી અનેક ગેલન દારુ બિહારમાં પહોંચી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં એપ્રિલ ૨૦૧૬થી દારુ બંધી લાગુ છે.SSS