Western Times News

Gujarati News

દારુબંધી ભ્રષ્ટાચારની ગંગોત્રી; કાયદો હટાવોઃ હાઈકોર્ટમાં નવી અરજી

અમદાવાદ, ગુજરાતમાં દારુબંધી અને ઘરમાં બેસીને પીવા છતાં ધરપકડથી નાગરિક અધિકારોનું હનન થતાં હોવા સહિતના મુદે ચાલતા કાનુની જંગમાં રસપ્રદ વળાંક આપ્યો છે. દારુબંધી કાયદો અર્થહીન થઈ ગયો છે અને ભ્રષ્ટાચાર આચરવા માટે જ તેનો ઉપયોગ થતો હોવાની ચોંકાવનારી દલીલ હાઈકોર્ટ સમક્ષ પેશ કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટમાં દારુબંધી ઉઠાવવા માટે અનેક અરજીઓ પેન્ડીંગ છે. જયારે હાઈકોર્ટના ચીફ જસ્ટીસની બેંચ સમક્ષ વધુ એક અરજી થઈ છે. જેમાં દારુબંધી નિરર્થક હોવાનો તર્ક આગળ ધરીને તે ઉઠાવી લેવાની માંગ કરવામાં આવી છે. અરજદારના વકીલ દ્વારા અદાલત સમક્ષ એવો ચોંકાવનારો રીપોર્ટ પેશ કરવામાં આવ્યો હતો કે છેલ્લા થોડા વર્ષોમાં જ ૨૫૪૮ કરોડનો દારુ પકડવામાં આવ્યો હતો તેના પરથી જ રાજયમાં શરાબની રેલમછેલ સ્પષ્ટ થાય છે.

દારુબંધી હોવા છતાં કેટલા મોટાપ્રમાણમાં તે રાજયમાં ઘુસાડવામાં આવે છે તેનો નિર્દેશ મળે છે. આ સિવાય એમ પણ કહેવામાં આવ્યું હતું કે અંગત લાભ માટે સહકાર કે તેના લાભ માટે દારુબંધીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર માટે પોલીસ જ બુટલેગરોને રક્ષણ આપીને ગેરકાયદે ધંધાની છુટ્ટ આપે છે. તેમાં સતામાં બેઠેલાઓને પણ લાભ થતો હોય છે.

આ જ રીતે હેલ્થ પરમીટના નામે સેંકડો લોકોને દારુની છુટ્ટ આપવામાં આવે છે. પરંતુ આ પરમીટ કઢાવવામાં પણ હજારો રૂપિયાનો ચાંદલો કરવો પડે છે. દારુબંધી લોકોને શરાબના વ્યસનમાંથી મુક્ત રખાવાને બદલે ભ્રષ્ટાચાર કેન્દ્રીત બની ગઈ હોવાનો તર્ક રજુ કરવામાં આવ્યો હતો. દારુબંધી હટાવી લેવામાં આવે તો સરકારને ૨૦૦ કરોડની ટેકસ આવક થાય તેમ છે અને તેનાથી લોકકલ્યાણના કાર્યો કરી શકાય તેમ છે.

અરજદારના વકીલે હાઈકોર્ટ સમક્ષ એવી ચોખવટ કરી હતી કે દારુબંધી કાયદાની વિરુદ્ધમાં ન હોવા છતાં માત્ર ભ્રષ્ટાચાર આચરવાના ઈરાદે તે લાગુ રાખવામાં આવતી હોવા સામે વાંધો છે અને આ કારણોસર તે ઉઠાવી લેવાની જરૂર છે. સરકારી કર્મચારીઓ પણ શરાબના સેવનથી દુર નથી. ચકાસણી કરવામાં આવે તો વાસ્તવિકતા સામે આવી શકે છે.શરાબ ઉત્પાદક કંપનીઓની વાત કરવામાં આવે તો તેમના દ્વારા એક લાખ કરોડનો ટેકસ ભરવામાં આવતો હોય છે અને ૩૫ લાખ લોકો પરિવારોને રોજગારી મળતી હોય છે.

ગુજરાતની દારુબંધી માત્ર કાગળ પર જ હોવાની સાબીતીરૂપ કિસ્સા વખતોવખત પ્રકાશમાં આવતા જ રહ્યા છે જયારે અર્થહીન કાયદાને હટાવી લેવો જાેઈએ. હાઈકોર્ટે આ અરજી અન્ય અરજીઓ સાથે જાેડી દીધી છે. આવતા દિવસોમાં વધુ સુનાવણી થવાની શકયતા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.