Western Times News

Gujarati News

દારુ પીધા બાદ ડ્રાઈવર-કંડક્ટરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

Files photo

મેરઠ: અત્યારે દુષ્કર્મની ઘટનાઓનો જાણે રાફડો ફાટ્યો હોય એમ રોજેરોજ દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રકાશમાં આવી છે. જ્યા એક મહિલા સાથે બસના ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં આરોપીઓએ એક ફ્લેટમાં ૩૫ વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં પોલીસે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

મેરઠના એસપી અખિલેશ નારાયણ સિંહે કહ્યું કે મહિલા આરોપી બસ ડ્રાઈવરને ઓળખતી હતી. રિપોર્ટ પ્રમાણે મહિલા મેરઠ પોતાની સાસરીથી નીકળી પોતાના પિયર ર્મિજાપુર મૂળ નિવાસ સ્થાન ઉપર પહોંચી હતી. તેણે બસ ચાલક સુનિલ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. તે બસ સ્ટેશન પહોંચી જ્યાંથી તેણે કોલોનીમાં લઈ ગયો હતો. તેની સાથે બસ કંડક્ટર અરવિંદ કુમાર પણ સાથે હતો. ત્રણે ફ્લેટમાં દારુનું સેવન કર્યું હતું.

પોલીસે મહિાલની કોલ ડિટેલથી આરોપીને ઓળખી પાડ્યા હતા. પોલીસે જણાવ્યું કે મહિલાનો છેલ્લો ડાયલ નંબર બસ ડ્રાઈવરનો હતો. તેના ફોનની લોકેશનથી ફ્લેટને શોધવામાં મદદ મળી હતી. જ્યાં એક દારુની બોટ અને ત્રણ ખાલી ગ્લાસ મળ્યા હતા. શંકાસ્પદ ઘરમાં અમે ચૌધરીનું લોકેશન મળ્યું હતું જે મેરઠ-ગાઝિયાબાદ માર્ગ ઉપર બસ ચલાવતો હતો. શનિવારે રાત્રે તેની ધરપકડ કરી લીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી બસ ડ્રાઈવર ચૌધરીએ પોતાનો ગુનો કબૂલ્યો છે. રવિવારે મોદીનગરમાં રહેતા કંડક્ટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં ૧૯ વર્ષીય દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના બની હતી. પીડિતાનું દિલ્હીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે પીડિતાની લાશને પરિવારને સોંપવાના બદલે બારોબાર અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

ત્યારબાદ સમગ્ર મામલે આગ પકડાઈ હતી. પોલીસે આખા ગામને કોર્ડન કરી લીધું હતું અને મીડિયા સહિત કોઈને પણ પીડિત પરિવારને મળવા દેવામાં આવ્યા ન હતા. જોકે, મામલો ભારે ગરમાયા બાદ પરિવારને મીડિયા સાથે મળવા દેવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.