દારૂના જથ્થાની બાતમી આપી હોવાની શંકાએ યુવકને માર મારી ચપ્પુના ઘા ઝીંકી દીધા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે અને જો કોઈ નાગરિક દ્વારા બુટલેગરની વાતની આપવામાં આવે તો તે બાતમી કોણે આપી છે તેની વાત પણ હવે બુટલેગરો સુધી પહોંચી જતી હોય છે
ચાવજ ગામે બે દિવસ અગાઉ બુટલેગરના દારૂના જથ્થાની બાતમી પોલીસને અપાય હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં બુટલેગરનો દારૂની બાતમી વાહન સીઝિંગનું કામ કરનાર ઉપર શંકા રાખી તેને બોલાવી તેને મારવામાં આવતા ગંભીર અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ભરૂચના જિલ્લા પંચાયતની બાજુમાં આચારજીની ચાલમાં રહેતા યોગેશ સંતોષભાઈ બેલેરાવનાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે મોડી રાત્રીના સમયે જમીન પરવાળી મારા મિત્ર સાથે તેના ઘરે બેસવા ગયો હતો અને તે વેળા અભિષેક કહાર રહેવાથી દાંડિયા બજારનાઓનો ફોન આવેલો અને ફરિયાદીને કહેલ કે મારા મામા નરેશ કહાનો ચાવા જ ગામ ખાતે ઈંગ્લીશ દારૂ પોલીસે પકડેલ છે
તેની બાતમી કેમ આપી તેવી વાત કરી નરેશ કહાને પણ ભાણીયા એ ફોન ઉપર કોન્ફરન્સમાં લઈ વાતચીત બાદ ફરિયાદીને બુટલેગરના ભાણીયા અભિષેક કહારે કહ્યું કે તું હોસ્ટેલ ગ્રાઉન્ડ આવ હું તને બધા તારા પુરાવા બતાવું તેમ કહેતા ફરિયાદી યોગેશ બેલેરાવ તેના મિત્ર સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા અને હોસ્ટેલ ગ્રાઉન્ડમાં અંધારપટ જગ્યા ઉપર બોલાવી અભિષેક કહાર
તથા યોગેશ બેલેરાવ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને કહ્યું હતું કે બાતમી તે જ આપી છે પોલીસે મને કીધું છે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો અને અભિષેક કહારે તેના પાસે રહેલું ચપ્પુ યોગેશ બેલેરાવને હાથમાં મારી દીધો હતો અને અભિષેક કહાર સાથે રહેલા અન્ય અજાણ્યા વ્યક્તિએ લોખંડના પાઈપ વડે યોગેશના બંને હાથ ઉપર તથા
પગ ઉપર સપાટા મારતા ફરિયાદીના હાથમાં ફેક્ચર થઈ ગયા હતા ઈજાગ્રસ્તે બૂમાબૂમ કરતાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર જોગિંગ કરતા અને વાહન સિક્કા લોકોએ ઇજાગ્રસ્ત ને બચાવી ૧૦૮ મારફતે સારવારથી ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્તને એક હાથમાં ત્રણ ફેક્ટર અને બીજા હાથમાં બે ફેક્ચર હોય તથા ચપ્પુનો ઘા જીકેલ હોય જેથી લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.
પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ આરોપી અભિષેક કહાર તથા એક અજાણ્યો મળી બે લોકો સામે જીવલેણ હુમલો કરવા બદલ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.