દારૂના જથ્થા સાથે ૩ આરોપી પકડાયા
(એજન્સી) વલસાડ, દમણ અને સેલવાસથી મોટાપાયે વિદેશી દારૂ વલસાડ અને વાપીમાં ઘુસાડવાનો પ્રયાસ બુટલેગરો કરતા હોય છે. ત્યારે વાપી અને વલસાડ પોલીસ પણ તમામ ચેકપોસ્ટ અને છુપા ચોર રસ્તાઓ અને હાઇવે પર સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ કરી બુટલેગરોને હંફાવી રહી છે.
આ વખતે પારડીના ખડકી-મોતીવાડા હાઈવે પર વાપીથી વલસાડ જતા ટ્રેક પર ટેમ્પામાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને લઇ જતા ત્રણ આરોપીને વલસાડ એલસીબીની ટીમે પકડી પાડ્યા છે. તેમની પાસેથે ૩૦. ૯૩ લાખનો દારૂ પકડાયો છે.
વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મુજબ રેડ પાડી હતી. જેમાં પારડી નેશનલ હાઈવે નં ૪૮ એપિકલ હોટલ સામે મુંબઇથી સુરત જતા ટ્રેક ઉપર ટાટા ટેમ્પોને રોકી તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
વલસાડ એલ સી બી પોલીસે આ છાપા દરમિયાન મુકેશ સિંગ સાલીકસીંગ (રહે. યુ.પી), સોમનાથ નાના કોળી અને જગન્નાથ ઉર્ફે આસુ પાંડુરંગ પાટીલ (બંને રહે. સુરત, મુળ રહે.મહારાષ્ટ્ર) ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.