દારૂના નશામાં ટલ્લી યુવક ૧૧૦ ફૂટ ઉંડા કૂવામાં પડ્યો

ચરુ: કહેવાય છે કે જાકો રાખે સાંઈયા માર સકે ના કોય. રાજસ્થાનના ચરુ જિલ્લાના રતનગઢ તાલુકાના ફ્રાંસા-ચારણવાસીમાં એક આવી જ ઘટના સામે આવી છે. જ્યાં જંગલમાં બનેલા ૧૧૦ ફૂટ ઉંડા કૂવામાંથી એક ૩૫ વર્ષીય શ્રમીક યુવકને જીવતો બહાર કાઢ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે યુવક દારૂના નશામાં ટલ્લી હતો અને તેને કૂવાનો ખ્યાલ આવ્યો ન હતો જેથી તે ૧૧૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લાના શ્યોપુરા ગામના રહેતા અનિલ જાટ, રતનગઢના ગામ ફ્રાંસા-ચારણવાસી માર્ગ ઉપર જંગલમાં બનેલા ૧૧૦ ફૂટ ઉંડા કૂવામાં પડ્યો હતો. નશામાં ધૂત મજૂર કૂવામાં જ આખી રાત પડી રહ્યો હતો. બપોરે જ્યારે ખેડૂતો ખેતર તરફ જઈ રહ્યા ત્યારે અનિલનો અવાજ સાંભળીને કૂવા તપાસ ગયા હતા.
ગ્રામીણોએ કૂવા પાસે ઊભા રહીને અવાજ લગાવ્યો હતો. અંદરથી મજૂર બૂમો પડતો હતો. ત્યારબાદ ગ્રામીણોએ તેને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. સબ ઇન્સ્પેક્ટર અનુસાર મજૂર દારૂના નશામાં હતો અને તે કૂવામાં પડ્યો હતો આખી રાત કુવામાં પડી રહ્યો હતો. બીજા દિવસે બપોરે ગ્રામીણોએ તેને કૂવામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બીકાનેર રેફર કર્યો હતો. વઅનિલના હાથે અને પાંસળીઓમાં ઈજાઓ પહોંચી હતી.
શરીના કેટલાક ભાગોમાં ફ્રેક્ચર થયું હતું. ડોક્ટર મહેન્દ્ર ઘોડેલાના જણાવ્યા પ્રમાણે મજૂરની હાલત ખતરાની બહાર છે. ગ્રામિણોએ જણાવ્યું કે અનિલ ગામની નજીક ફાર્મ હાઉસમાં કામ કરતો હતો. ઉલ્લેખનીય છે કે ચરુ જીલ્લામા એક યુવક ૧૨૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. ચુરુ જિલ્લા મુખ્યાલયમાં ત્યારે સનસનાટી ફેલાઈ ગઈ જ્યારે ધાનુકાના કુંવા પાસ ૨૫ વર્ષનો એક યુવક મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક વાતો કરતા કરતા ૧૨૦ ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં પડી ગયો. ૧૫૦ વર્ષ જૂના કૂવામાં યુવક પડવાના સમાચાર શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા અને જાેત જાેતામાં લોકોના ટોળા સ્થળ પર એકઠા થઈ ગયા.