Western Times News

Gujarati News

દારૂના નશામાં મિત્રોએ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસ નાખી દીધો

સુરતના યુવકનું ઓરિસ્સામાં ઓપરેશન કરાયું

યુવક દર્દ અસહ્ય થઈ પડતા તે સુરત છોડીને પોતાના વતન ઓરિસ્સાના ગંજમમાં ગામમાં પરત આવી ગયો હતો

સુરત, ઓરિસ્સામાં હાલ એવો કિસ્સો સામે આવ્યો જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. એટલુ જ નહિ, તેનુ ગુજરાત કનેક્શન પણ સામે આવ્યુ છે. ઓરિસ્સાના બરહામપુર શહેરમાં તબીબોએ ઓપરેશન કરીને એક યુવકના આંતરડામાંથી સ્ટીલનો ગ્લાસ કાઢ્યો. જેની હકીકત સામે આવતા તબીબો પણ ચોંકી ઉઠ્‌યા હતા. દારૂના નશામાં ચૂર યુવકના મિત્રોએ પાર્ટી દરમિયાન યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસ નાંખ્યો હતો.

જેનું ઓપરેશન ઓરિસ્સામાં કરવામાં આવ્યું હતું. હકીકત તો એ છે કે, આ ઘટના ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતમાં બની છે.
દેશભરમાં ચકચાર જગાવનારી આ ઘટના સુરતમાં બની હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, ગુજરાતના સુરતમાં કામ કરતો ૪૫ વર્ષીય શખ્સ કૃષ્ણા રાઉતે ૧૦ દિવસ પહેલા પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી. પાર્ટી દરમિયાન નશામાં ચૂર તેના મિત્રોએ તેના એનસમાં સ્ટીલનો ગ્લાસ ઘૂસાડ્યો હતો.

ઘટનાના બીજા દિવસે રાઉતને પેટના નીચેના ભાગમાં દર્દ થવા લાગ્યુ હતું. તેણે આ વાતનો ખુલાસો કોઈને કર્યો ન હતો. પરંતુ દર્દ અસહ્ય થઈ પડતા તે સુરત છોડીને પોતાના વતન ઓરિસ્સાના ગંજમમાં ગામમાં પરત આવી ગયો હતો.
જેમ તે પોતાના ગામ પહોંચ્યો ત્યાં તેના પેટમાં સોજાે આવી ગયો હતો અને બાથરૂમ જવા પણ તકલીફ થઈ રહી હતી. તેણે પોતાના પરિવારને આ વાતની જાણ કરી.

પરિવારની મદદથી તે એમકેસીજી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરોએ પહેલા તો મળાશયના માધ્યમથી કાચને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, બાદમાં તેઓ આ પ્રયાસમાં અસફળ રહેતા તેઓએ રાઉતની સર્જરી કરી હતી, અને સ્ટીલનો ગ્લાસ બહાર કાઢ્યો હતો.

હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રમુખ પ્રોફેસર ચરણ પાંડાની માર્ગદર્શન પર સહાયક પ્રોફેસર સંજીત કુમાર નાયક, ડો. સુબ્રત બરાલ, ડો.સત્યસ્વરૂપ અને ડો.પ્રતિભા સહિતની ટીમે સાથે મળીને આ સર્જરી કરી હતી. તેઓએ આંતરડાને કાપીને સ્ટીલનો ગ્લાસ બહાર કાઢ્યો હતો.

રિપોર્ટ મુજબ, હાલ સર્જરી બાદ યુવકની તબિયત સ્થિર છે.ઉલ્લેખનીય છે કે, રાઉત સુરતની કાપડની ફેક્ટરીમાં કામ કરતો હતો. તે મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના પ્રખંડના બાલીપદ વિસ્તારમાં રહે છે. તેનુ દર્દ અસહ્ય થઈ રહેતા તે સુરત છોડીને ગામ પરત ફર્યો હતો. અહી પહોંચ્યા બાદ તેનું પેટ ફૂલવા લાગ્યું હતું. તબીબોની ટીમે એક્સ-રેમાં રિપોર્ટ જાેયા બાદ ૧૯ ઓગસ્ટના રોજ તેનુ ઓપરેશન કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.