દારૂના લિસ્ટેડ બુટલેગર ચુનીલાલને પેરોલ ફર્લો ટીમે રાયપુરથી ઝડપ્યો

હાલ સમગ્ર રાજ્યમાં પોલીસતંત્ર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથધરી છે જેમાં અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે ભિલોડા પોલીસ સ્ટેશનના ૬ જેટલા પ્રોહીબીશનના ગુન્હાનો અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા લિસ્ટેડ બુટલેગરને રાયપુર ગામ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધર્યું હતું
ત્યારે મોટા ડોડીસરા ગામનો લિસ્ટેડ બુટલેગર ચુનીલાલ ચીમનભાઈ ઉર્ફે ચીમનલાલ નિનામા નામનો બુટલેગર રાયપુર બસસ્ટેન્ડ નજીકથી પસાર થવાનો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ તાબડતોડ રાયપુર બસ સ્ટેન્ડ નજીક પહોંચી નામચીન બુટલેગર ચુનીલાલને કોર્ડન કરી દબોચી લેતા
બુટલેગરના મોતીયા મરી ગયા હતા અરવલ્લી પેરોલ ફર્લો ટીમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં જ ૬ ગુન્હા પ્રોહિબિશનના નોંધાયેલા હોવાનું અને અનેક પ્રોહીબીશનના ગુન્હાના આરોપી અને છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને હાથતાળી આપી રહેલા બુટલેગરને ઝડપી ભિલોડા પોલીસને સુપ્રત કરતા ભિલોડા પોલીસે બુટલેગર ચુનીલાલ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી