દારૂની દુકાન બહાર ગરીબી નથી, કોઈ સબસીડી માંગતા નથીઃ કેરળ હાઈકોર્ટ
દારૂની દુકાન સામેની લાંબી લાઈનોના કારણે જ લોકોમાં નારાજગીઃ હાઈકોર્ટ
કોચી, દારૂની દુકાનો બહાર લાગેલી લાંબી લાઈનોને લઈને ગુરુવારે કેરળ હાઈકોર્ટે કહયું હતું કે, દારૂની દુકાનો બહાર ઉભેલા લોકો ‘સમાનતાવાદી’ છે અને કોઈપણ વ્યકિત કોઈ પ્રકારની સબસીડી કે અનામતની માંગ કરતાં નથી. અહી ગ્રાહકોને ધીરજ અને શાંતિપૂર્વક રીતે આ પ્રકારની દુકાનો બહાર લાઈનમાં ઉભેલા જાેઈ શકાય છે.
જસ્ટીસ દીવાન રામચંદ્રને કહયું કે, દારૂની દુકાન બહાર કોઈ ગરીબી નથી કે કોઈ પણ વ્યકિત સબસીડી કે અનામત માંગતું નથી. તેઓ બહુજ સમાનતાવાદી છે. દરેક લોકો શાંતિ અને ધીરજપૂર્વક લાઈનમાં ઉભેલા હોય છે. કોર્ટે વધુમાં કહયું કે, દારૂની દુકાનો બહાર ભીડને ઘટાડવાને એકમાત્ર વિકલ્પ ‘વોક ઈન શોપ’ એટલે કે દર થોડા અંતરે દુકાનો ખોલાવી તે છે.
જયારે તમારી પાસે અન્ય વસ્તુઓની જેમ આવી દુકાનો નહી હોય ત્યાં સુધી ચીજાે સુધરશે નહી. આને પણ અન્ય દુકાનોની જેવી જ બનાવો. કોર્ટે કહયું કે, હાઈકોર્ટ નજીક એક દારૂની દુકાન છે. કોર્ટે આને રોકવા માટે ઘણી સુચનાઓ આપી હોવા છતાં લોકો અત્યારે પણ ફુટપાથ પર લાઈનમાં ઉભેલા જાેવા મળે છે.
દારૂની દુકાન બહાર લાંબી લાઈનો રહેવાના કારણે જ લોકો આવી દુકાનોને તેમના ઘર કે કામકાજના સ્થળ નજીક ઈચ્છતા નથી. જસ્ટીસ રામચંદ્રને આબકારી વિભાગને આ વિષયે નવ નવેમ્બરે થનારી આગામી સુનાવણી સમયે એક રીપોર્ટ દાખલ કરવાનો આદેશ કર્યો છે.