દારૂની મહેફીલ માણતી ત્રણ યુવતી અને એક યુવકને ઝડપી પાડતી આનંદનગર પોલીસ
અમદાવાદ: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રિએ ઊજવણીના બહાને દારૂની મહેફીલ માણતાં અને છાકટા બની વાહનો ચલાવતાં ૩૦૦થી વધુ શખ્સોને ઝડપી લેવાયા હતા. જેમાં કેટલીક યુવતીઓ પણ સામેલ છે. ૩૧મી ડિસેમ્બરે સેટેલાઈટ સચીન ટાવરની સામે આવેલી એક બહુમાળી ઈમારતનાં દસમાં માળે આવેલાં મકાનમાં દારૂ પીને ધમાલ મસ્તી કરતી ત્રણ યુવતીઓ અને એક યુવાનને પણ આનંદ નગર પોલીસે ઝડપી લીધા હતા.
આનંદનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી એ સમયે સચીન ટાવર સામે આવેલાં કૃષ્ણ ટાવરનાં દસમા માળે કેટલાંક યુવાનો મોટેમોટેથી બુમો પાડી રહ્યા હોવાની જાણ થતાં પોલીસની ટીમ મધરાતે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો. પોલીસને જાઈ હાજર તમામ શખ્સોનાં ચહેરાનાં રંગ ઊડી ગયા હતા. બાદમાં પોલીસે તપાસ કરતાં ફ્લેટમાંથી ચેતાલીસિંઘ રણવીરસિંઘ (૨૩), આકાંક્ષા પ્રદીપભાઈ જાશી (૨૩), કૃષિ કીશન ગુપ્તા (૨૪) તથા કૌશલ નાયર નામનાં યુવાનને ઝડપી લીધા હતા અને તમામ વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ફરીયાદ નોંધીને કાર્યવાહી કરી હતી. જાકે બાદમાં ચારેયને જામીન ઉપર મુક્ત કર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.