દારૂનો જથ્થો લઈને જતાં મોટા વાહનનું સ્વીફટ કાર પાયલોટીંગ કરતી હોવાની આશંકા
અમદાવાદ: અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયા બાદ વિદેશી દારૂની હેરાફેરીનું ષડયંત્ર ખુલતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે આ ઘટનામાં અનેક અટકળો સેવાઈ રહી છે સૌ પ્રથમ બુટલેગરોને ઝડપી લેવા માટે પોલીસ અધિકારીઓએ જુદી જુદી ટીમો બનાવી છે અને આ કાર કોઈ વાહનનું પાયલોટીંગ કરતી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે જેના પગલે ઘટના સ્થળની આસપાસના તથા આજુબાજુના વિસ્તારમાંથી સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારે વિજય ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બાદ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે આ ઘટનામાં પોલીસ અધિકારીઓએ સમય સૂચકતા વાપરી દારૂ ભરેલી સ્વીફટ કારને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા બાદ તેની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે અમદાવાદ શહેરમાં દારૂ ઘુસાડવા માટે આવી કારોનો ઉપયોગ થઈ રહયો છે એટલું જ નહી પરંતુ કારનો ઉપયોગ પાયલોટીંગ તરીકે પણ કરવામાં આવી રહયો છે જેના પરિણામે સ્વીફટ કાર કોઈ મોટા વાહનનું પાયલોટીંગ કરતી હોવાની પણ ચર્ચા થઈ રહી છે
જેના કારણે પોલીસ અધિકારીઓએ સૌ પ્રથમ કારના નંબરના આધારે તેના માલિક સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી દીધી છે સાથે સાથે ઘટના સ્થળ અને આ સ્વીફટ કાર જે રસ્તા પરથી પસાર થઈ હતી તે રસ્તાના તમામ સીસીટીવી કુટેજ મેળવી તેના પાછળના ભાગે કોઈ ટ્રક કે ટેમ્પો પસાર થઈ રહયો છે કે નહી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.