‘દારૂનો ધંધો નહી કરવા દો તો બધાને મારીશ.’ વાડજમાં બુટલેગરે સોસાયટી માથે લીધી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદમાં અસામાજીક પ્રવૃતિઓ ફુલી ફાલી છે કેટલાક અધિકારીઓ આવી પ્રવૃતિઓ સામે આંખ આડા કાન કરતા હવે લુખ્ખાઓ તથા ગુંડા તત્વોની હિંમત પણ ખુબ વધી ગઈ છે. જેનો નમુનો રવિવારે રાત્રે જના વાડજમાં જાવા મળ્યો હતો જયાં દારૂનો ધંધો કરતો બુટલેગર હાથમાં ખુલ્લી છરી સાથે એક સોસાયટીમાં ઘુસ્યો હતો અને રહીશોને ‘ધંધો’ કરવા ન દેતો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ અંગેની વિગત એવી છે કે જુના વાડજ ઉધ્ધવનગર ટેકરા ખાતે રહેતો નામચીન બુટલેગર તરલસીંગ કેરસીંગ મટ્ટુ રવિવારે રાત્રે સાડા દશ વાગ્યાના સુમારે હુડકો ફલેટ સોરાબજી કંપાઉન્ડ નજીક વાડજ ખાતે ઘુસ્યો હતો અને એક હાથમાં છરો રાખીને ખુલ્લેઆમ ગાળો બોલીને તમે મને અહીં ધંધો નહી કરવા દો તો બધાને છરા વડે મારીશ તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો.
દરમિયાન એક રહીશ ઘરની બહાર આવતા તેમને પણ ધમકીઓ આપી હતી. દરમિયાન સોસાયટીના રહીશો એકઠા થતાં તરલ ત્યાંથી ભાગી છુટયો હતો. આ અંગે વાડજ પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.