દારૂમાં રહેલી આંધળી કમાણીને લીધે મહિલાઓ દારૂની ખેપ મારવા લાગી
ભિલોડા પોલીસે એક્ટિવામાં દારૂની ખેપ મારતી મહિલાને દબોચી
ગાંધીના ગુજરાતમાં દૂધ કરતા દારૂ વધુ વેચાતો હોવાની બૂમો અનેકવાર ઉઠી છે દારૂના ધંધામાં રહેલી અધધ નફાના પગલે રાજ્યમાં અનેક યુવાનો સહેલાઇથી રૂપિયા કમાવવા બુટલેગર બની રહ્યા છે ત્યારે દારૂના ધંધામાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહી હોય તેમ વિદેશી દારૂના વેપલા અને ખેપમાં ઝંપલાવતા સતત પોલીસના હાથે ઝડપાઈ રહી છે
અરવલ્લી એસપી સંજય ખરાતના આગમન પછી બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના પગલે જીલ્લાને અડીને આવેલ આંતરરાજ્ય સરહદ પરના ઠેકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી એક્ટિવા અને બાઈક પર દારૂની ખેપ મારવાનું શરૂ કરતા પોલીસતંત્ર પણ ચોકી ઉઠ્યું છે ભિલોડા પોલીસે ત્રણ એક્ટિવા પર થઇ રહેલ વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે જેમાં એક એક્ટિવા પર મહિલા દારૂની ખેપ મારતી ઝડપાતા પોલીસ આશ્ચર્ય ચકીત બની હતી
ભિલોડા પીઆઈ મનિષ વસાવા અને તેમની ટીમે હોળી-ધુળેટીના તહેવારમાં દારૂની રેલમછેલ અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથધરતા શામળાજી થી ભિલોડા તરફ આવી રહેલી એક મહિલા એક્ટિવા પર થેલા સાથે સાથે શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા અટકાવી ચેક કરતા થેલા માંથી વિદેશી દારૂ-ક્વાંટરીયા બોટલ નંગ-૪૭ કીં.રૂ.૭૧૩૦/-નો જથ્થો મળી આવતા રીંટોડાની મહિલા બુટલેગર હેમલતા રાજેશભાઈ પાંડોરને ઝડપી પાડી એક્ટિવા,મોબાઈલ અને દારૂ મળી કુલ.રૂ.૨૭૬૩૦ /- નો જથ્થો જપ્ત કરી એક્ટિવામાં દારૂ ભરી આપનાર ડોડીસરાના રાકેશ ઉર્ફે કાળીયા ડુંડ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ભિલોડા તાલુકાના ખુમાપુર ગામનો જીતેન્દ્ર નવજીભાઈ પટેલ નામનો શખ્શ ડ્યુએટ મોપેડમાં વિદેશી દારૂ શામળાજીના શ્યામ બંગ્લોઝમાં રહેતા જીગો ઉર્ફે જીજ્ઞેશ રાવલ પાસેથી ભરી ખેપ મારી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે બાતમી આધારીત ડ્યુએટ મોપેડ આવતા અટકાવી તલાસી લેતા મીણિયાની થેલી માંથી વિદેશી દારૂની બોટલ અને ક્વાંટરીયા નંગ-૧૫ કીં.રૂ.૪૦૮૦/- નો જથ્થો જપ્ત કરી મોપેડ,મોબાઇલ વિદેશી દારૂ મળી કુલ.રૂ.૩૯૦૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી જીતેન્દ્ર પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દઈ મોપેડમાં વિદેશી દારૂ ભરી આપનાર જીગો રાવલ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ત્યાં અન્ય એક એક્ટિવા પર દારૂની ખેપ મારતો બુટલેગર પોલીસ જોઈ રસ્તા પર એક્ટિવા મૂકી ફરાર થઇ જતા પોલીસે એક્ટિવામાંથી રૂ.૬૦૪૪/ નો વિદેશી દારૂ,રોકડ રકમ અને એક્ટિવા મળી કુલ રૂ.૫૬૨૯૯/- નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા બુટલેગર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી