Western Times News

Gujarati News

દારૂ અને જુગારના અડ્ડા ફરીથી ધમધમતા થઇ જતા શહેરીજનો પરેશાન

અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ચંડોળા તળાવ નજીક ખુલ્લી જગ્ગામાં કેટલાક જુગારી રમી રહ્યા છે

નારણપુરામાં જુગારધામ પર ક્રાઇમ બ્રાંચના દરોડા, અઢાર ઝડપાયા

અમદાવાદ,ક્રાઇમ બ્રાંચની ટીમે નારણપુરા અંકુર રોડ પરની સંગીતા સોસાયટીમાં જુગારના અડ્ડા પર દરોડા પાડી ૧૮ જુગારીને ઝડપી લીધા છે. તેમની પાસેથી રોકડ અને મોબાઇલ ફોન કબજે લીધા છે. ઘાટલોડિયા, માધુપુરા અને સરખેજમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે નારણપુરા અંકુર રોડ પરની સંગીતા સોસાયટીમાં અલ્પેશ ઉર્ફે ટોનો નરેશ પટેલ જુગારીઓને બોલાવીને જુગાર રમાડી રહ્યો છે. ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત પટેલની ટીમે ત્યાં દરોડા પાડીને જુગાર રમતા ૧૮ જુગારીને ઝડપી લીધા હતા.

તેમની પાસેથી પોલીસને રોકડ અને ફોન મળી આવ્યા છે. સોલા, સરદારનગર, શાહીબાગ, માધુપુરા, શાહપુર અને વાડજમાં જુગારના અડ્ડાથી લોકો પરેશાન છે.ઝડપાયેલા જુગારીઓમાં અલ્પેશ ઉર્ફે ટોનો નરેશ પટેલ, ચિરાગ ઉર્ફે ચિન્ટુ રાજેશ પટણી, વિક્રમ સત્યપ્રકાશ કઢેરિયા,રાકેશ ઉર્ફે રાકલો મારવાડી, પાર્થ ઉર્ફે ભયલુ પરમાર, હિતેષ ઉર્ફે હિતિયો યાદવ, ભૂપેન્દ્ર કેશવલાલ જૈન, રાહુલ અલપેશભાઇ ચૌહાણ, વિશાલ વિષ્ણુંભાઇ પરાડિયા, બાબુ કિશનભાઇ મારવાડી, સુનિલ ત્રિકમલાલ જૈન, અશોક ઉર્ફે લખોટી રામચંદ્ર દંતાણી, મનિષ જાનકીપ્રસાદ બાજપાઇ, નિકુલ ખોડિદાસ પટેલ, હિતેશ મહેશભાઇ રાણા, અબ્લુલ રઝાક કુરેશી, હીરાભાઇ પરમાર, કરણ યોગેશભાઇ શાહનો સમાવેશ થાય છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ચંડોળા તળાવ નજીક ખુલ્લી જગ્ગામાં કેટલાક જુગારી રમી રહ્યા છે. પોલીસે દરોડો પાડી જુગાર રમતા ઇમરાન ઉર્ફે શાહરૂખ શેખ (રહે. ગનીમેમણની ચાલી, શાહઆલમ), ભૂપેન્દ્ર ઉર્ફે ભાનુ ડુગરાભાઇ ડાભી (રહે. ઉત્તમનગર, મણિનગર) અને યુનુસખાન ઉર્ફે ભૂરિયો અસદખાન પઠાણ (રહે. શબરી રો હાઉસ, શાહઆલમ)ને ઝડપી લીધા હતા. પોલીસ જેમને પકડી શકી નથી તેવા ચીની પેટ્રોલપંપ, અરીફ કટ્ટો અને સંજયખાન સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.