Western Times News

Gujarati News

દારૂ અને નશા યુક્ત વ્યાપાર માટે અને રાજકીય અધર્મતા માટે અને દુરાચાર માટે કોણ જવાબદાર નેતાઓ કે પોલીસ કે પ્રજા?!

“સત્તાના સિંહાસન” માટે આત્માના સોદાગર વધી રહ્યા છે? અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પર્યટનનું સ્થળ નથી પણ નૈતિકતા અને નીડરતાનો સંદેશો આપતુ સરદાર પટેલનું લોખંડી વ્યક્તિત્વ છે એ ક્યારે સમજાશે?

ગુજરાતની ભૂમિ એ પરમેશ્વરની દેવી શક્તિની, સંતોની, મહાન નેતાઓની અને કર્તવ્યનીષ્ઠ ન્યાયાધીશોની ભૂમિ છે ત્યારે વકરેલા દારૂ અને નશા યુક્ત વ્યાપાર માટે અને રાજકીય અધર્મતા માટે અને દુરાચાર માટે કોણ જવાબદાર નેતાઓ કે પોલીસ કે પ્રજા?!

ગુજરાતમાં બજરંગ દળ, એબીવીપી, વેલેન્ટાઈન ડે ના દિવસે ભારતીય સંસ્કૃતિ માટે નીકળી પડે છે?! તેમને દારૂના અડ્ડા નથી દેખાતા?! એન એસ યુ આઈ ના કાર્યકરો સામાજિક પ્રશ્નો માટે લડત આપે છે તેને દારૂના અડ્ડા નથી દેખાતા?!

તસવીર શ્રીમદ ભગવદગીતાનો “કર્મનો સિદ્ધાંત”નો ઉપદેશ આપતા શ્રીકૃષ્ણની છે તેમને ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ લઈને “કર્તવ્ય ધર્મ” એ જ “ધર્મ” છે કહીને દુરાચાર, અનાચાર, ભ્રષ્ટાચાર, અધર્મનો નાશ કરવાનું કર્તવ્ય નિભાવો અને એ જ તમારું ઉત્તરદાય છે એ જ ધર્મ છે એમ કહ્યું ગુજરાત એ દેવી શક્તિની ભૂમિ છે

બીજી તસવીર દેવી શક્તિની છે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ યોજાય છે અને દેવી શક્તિની આરાધના ઉપાસના થાય છે અને અસુરી તત્ત્વોના વિનાશ નો આધ્યાત્મિક -ધાર્મિક સંદેશો અપાય છે!! ગુજરાતની ધરતી પર અનેક મહાન અને નિષ્ઠાવાન સંતોએ માનવ સમાજના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે

ત્રીજી તસવીર ગુજરાતના મહાન સપૂત એવા નેતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ની છે તેમને નૈતિકતા માનવતા અને ધર્મિષ્ઠાનો સંદેશો ગુજરાતની ધરતી પરથી સમગ્ર માનવ જગતને આપ્યો છે! ચોથી તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જેમાં ૧૯૬૦ થી અનેક ન્યાયાધીશો “ન્યાયધર્મ” અદા કરીને ગુજરાતની “નૈતિક અસ્મિતા”, “દેશના બંધારણની ગરિમા” અને “ગુજરાતમાં કાયદાનું શાસન” પ્રસ્થાપિત કરવા અગ્રેસર ભૂમિકા પ્રદાન કરી રહ્યું છે

તેવા આ ગુજરાતની ભૂમિ પર ઘણા સમયથી “નશાયુક્ત” પદાર્થોનું વેચાણ અને ઉત્પાદન વધ્યું છે ગુન્હાહિત પ્રવૃત્તિ કરનારા “આર્ત્મનિભર” થઇ રહ્યા છે જેમની ફરજ છે એવા કેટલાક પોલીસ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાની માન્યતા પ્રવર્તે છે ગુજરાતમાં કેટલાક જવાબદાર નેતાઓની સામે લડવાની હિંમત નથી?! અને ગુજરાતની પ્રજામાં ખમીરવંતા નેતૃત્વનો પાયો જ હચમચી ગયો છે કેટલાક નેતાઓ દારૂબંધી હટાવવાની વાતો કરે છે!

શું ગુજરાતને નશાખોરી નો અડ્ડો બનાવી અનેક સમૃદ્ધ ઘરોને પણ ઉજાડવા છે?! તો આની જવાબદારી કોની?! દેશમાં અગાઉ એવા નેતાઓ હતા કે ટ્રેન નો અકસ્માત થાય તો પોતે નૈતિક જવાબદારી સમજી રાજીનામું આપી દેતા હતા!!. આજે સત્તા માટે કેટલાક નેતાઓ સત્તા ટકાવી રાખવા માનવ સમાજનું અધ;પતન થતું હોય તો ભલે થતું ગુજરાતમાં જ નહીં દેશમાં નેતાઓ સત્તા માટે કથિત રીતે સત્તાની સોદાબાજી કરે છે!

રાજકારણનું પણ નખોદ નીકળવા બેઠું હોવાનું અને ગાંધીવાદી કાર્યકરો ચર્ચા કરતા થઈ ગયા છે જ્યારે ગુજરાતના મહાન સરદાર વલ્લભભાઈ પટેલનું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ફક્ત પર્યટનનું સ્થળ બની ગયું છે?! ત્યારે હવે ગુજરાતની જનતા શ્રીમદ્‌ ભગવત ગીતાનો ઉપદેશ જીવનમાં નહીં ઉતારે નવરાત્રીમાં ગરબા નો ધાર્મિક ઉત્સવો દ્વારા જીવનમાં અસુરી શક્તિ અને અને નાશ કરવાની વિચારધારા અને બળ નહીં આપે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન આદર્શો નેતાઓને પાઠ નહીં ભણાવે

અને ગુજરાતના ન્યાયાધીશો એ ગુજરાતની અને દેશના માનવીયમૂલ્યો, આદર્શોની રખેવાળી કરી છે તેમાંથી આજની યુવા પેઢી પ્રેરણા નહીં લેતો ગુજરાતમાં લઠ્ઠા કાંડ થતો રહેશે?! ગુજરાતના પોલીસ તંત્રનું નૈતિક બળ તૂટતું રહેશે?! અને બહેનોનું સિંદુર ભુસાતું રહેશે યુવાનો ગઢપણની લાકડી નહીં પણ લાશો ઉઠાવનારા ડાઘુ બનતા રહેશે!

લટ્‌ઠાકાંડ થાય એટલે પોલીસ એક મહિનો દોડતી રહેશે પછી દરેક વિસ્તારમાં ફરી દારૂ ના અડ્ડાઓ ચાલુ થઈ જશે પરંતુ એક વાત આજે કથા બજરંગદાસ એ.વી.બી.પી ના યુવાનોને પણ કહેવી છે કે “વેલેન્ટાઈન ડે” ના દિવસે કાયદો હાથમાં લઇ ભારતીય સંસ્કૃતિના રખેવાળ બનવા નીકળી પડો છો

અને પ્રેમી પંખીડાઓને પીખી નાખવા મેદાને પડો છો તો આ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા કેમ કશું નથી કરતા?! એન.એસ.યુ.આઈ યુવાનોની પણ ફરજ નથી કે દારૂના અડધા બંધ થાય?! પ્રજા આંખ કાન અને આત્મા ક્યારેય ખોલીને આ બધું જાેશે?! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

માનવી ક્યારેક શોધી કાઢે છે કે માનવીએ શું શોધવાની જરૂર નહોતી – એલેક્ઝાન્ડર ફ્લેમિંગે

અમેરિકાના ઉદ્યોગપતિ હોર્લેન્ડ સેન્દ્ર્‌સકહે છે કે “કબરમાં જાઓ ત્યારે ધનિક હોય એ કંઈ કામનું નહીં ત્યાંથી તમે કોઈ વ્યવસાય નહીં કરી શકો”! જ્યારે પેનિસિલિન ની શોધ કરનાર જીવવિજ્ઞાનની સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કહ્યું છે કે “માનવી ક્યારેક શોધી કાઢે છે કે માનવી એ શું શોધવાની જરૂર નથી”!!

ભારત એ આધ્યાત્મિકતાનો, પરમેશ્વરની ભૂમિ, કર્મભૂમિ નો, મૂલ્યોનો સંતોની ભૂમિ નો ,ન્યાય ધર્મનો અને મૂલ્યની નેતાઓની કર્મભૂમિનો દેશ છે તો પછી આવા મહાન ભારતની ભૂમિ પર હવે માનવીઓ પૈસા માટે “લાશો ના સોદાગરો” કેમ બની રહ્યા છે માનવીઓ “સત્તાના સિહાસન” માટે “આત્માના સોદાગર” કેમ બની રહ્યા છે

અને “ધર્મ”ને નામે “અધર્મ” કેમ આચરી રહ્યા છે આ સવાલો આજે એટલા માટે ઉઠ્‌યા છે કે કારણ કે દેશમાં અને ગુજરાતમાં આવા માહોલનું સર્જન થઈ રહ્યું છે અને ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાતા દારૂની કમાણીમાંથી કરોડો રૂપિયા કમાનાર કમાય છે કેટલાક કરોડોની દારૂની કમાણી થવા દઈને લાખો રૂપિયા કમાય છે?!

અને કેટલાક નેતાઓ આવા અનેક ધંધાઓ સામે આંખ આડા કાન કરે છે તેવા માહોલ વચ્ચે દારૂબંધી નિષ્ફળ ગઈ છે? તેને સફળ બનાવવા શું કરવું જાેઈએ ,ગુજરાતની અસ્મિતા નો જ સવાલ નથી માનવીની જિંદગીનો અને દેશના યુવાનોના સંસ્કારના વિકાસનો મુદ્દો પણ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.