દારૂ પીને પકડાયેલાને જેલમાં નહીં મોકલવા માટે બિહાર સરકારે તૈયારી શરૂ કરી

પટણા, બિહારના નાલંદામાં ઝેરી દારૂ પીવાને કારણે ૧૨ લોકોના મોત થતા જેડીયુ અને ભાજપ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. જેના પર હજુ સુધી કોઈ રીતે પૂર્ણવિરામ મૂકાયુ નથી. આ માહોલ વચ્ચે કોર્ટમાં નશાબંધી સંબંધી આવેદનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વધી રહેલી સંખ્યાને ધ્યાને લઈને બિહાર રાજ્ય સરકાર હવે દારૂબંધીના કાયદામાં સંશોધન કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નશાબંધી, આબકારી અને નોંધણી વિભાગે આ અંગે સુધારા પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
નવા સુધારામાં દારૂ પીવાના ગુનામાં પકડાયેલા આરોપીઓને થોડી રાહત મળી શકે છે. દારૂ પીવાના ગુનામાં તેને જેલમાં મોકલવાને બદલે મેજિસ્ટ્રેટ સમક્ષ નિયત દંડ ભરીને છોડી દેવાની જાેગવાઈ કરી શકાય. દંડ ન ભરવાના કિસ્સામાં જ તેને જેલમાં મોકલવામાં આવશે. જાે કે દારૂ બનાવતા અને વેચનારાઓ સામે પહેલાની જેમ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિભાગીય મંત્રીઓ અને અધિકારીઓ આ સુધારા પ્રસ્તાવ પર કંઈપણ બોલવાનું ટાળી રહ્યા છે. ચર્ચા છે કે નશાબંધી કાયદામાં સુધારાનો પ્રસ્તાવ બજેટ સત્રમાં ગૃહમાં લાવવામાં આવી શકે છે. નવી સિસ્ટમનો હેતુ કોર્ટમાં પડતર કેસોને ઘટાડવાનો અને મોટા દારૂ માફિયાઓ અને દાણચોરોને વહેલી તકે આકરી સજા અપાવવાનો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં ૩૦-૪૦ ટકા કેસ દારૂ પીનારાઓ સામે છે. જેના કારણે દારૂની હેરાફેરી સાથે જાેડાયેલા મોટા કેસોની સુનાવણી પણ પ્રભાવિત થઈ રહી છે. આ સુધારા બાદ કોર્ટમાં પડતર અરજીઓનું દબાણ ઘટશે તો મોટા દારૂ માફિયાઓ અને દાણચોરોના કેસની સુનાવણી ટૂંક સમયમાં પૂર્ણ થશે.
તેમની ટ્રાયલ ટૂંક સમયમાં પૂરી કરીને સજા અપાવવાનો દાયરો પણ વધારવામાં આવશે. જાેકે, આ પહેલા પણ બિહારમાં દારૂબંધીના કાયદાને લઈને ખેંચતાણ જાેવા મળી છે. આ પહેલા જીતનરામ માંઝીએ ત્યાં સુધી કહી દીધું હતું કે, હું દારૂબંધીના કાયદા અંગે અનેક વખત કહી ચૂક્યો છું.
પણ મુખ્યમંત્રી નીતીશકુમારનો દ્રષ્ટિકોણ બીજાે હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ અંગે હવે હું બોલીશ તો યોગ્ય નહીં લાગે. દારૂબંધીને લઈને ભાજપે પણ બિહાર સરકાર સામે બાંયો ચડાવી છે. નવી દરખાસ્ત મુજબ, જાે દારૂ પીતા પકડાશે તો પોલીસ અથવા નશાબંધી વિભાગના અધિકારીઓ સ્થળ પર જ ર્નિણય લઈને છોડી શકશે.પુનરાવર્તિત ગુનેગારોને જેલમાં મોકલવાની જાેગવાઈ પણ પ્રસ્તાવિત થઈ શકે છે.HS