Western Times News

Gujarati News

દારૂ પીવડાવી બ્યૂટીશિયન સાથે ૪ લોકોએ ગેંગરેપ કર્યો

બર્થડે પાર્ટીમાં યુવતીને દારૂ પીવડાવામાં આવ્યો અને પછી તેની સાથે સાથે યુવકો દ્વારા મારઝૂડ પણ કરવામાં આવી

પ્રયાગરાજ, સંગમનગરી પ્રયાગરાજમાં એક બ્યૂટીશિયનને જન્મદિવસની પાર્ટીમાં બોલાવીને તેના જ ચાર દોસ્તોએ ગેંગરેપ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી મુજબ, બર્થડે પાર્ટીમાં પહેલા યુવતીને દારૂ પીવડાવામાં આવ્યો અને પછી તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. આટલું જ નહીં યુવતીની સાથે મારઝૂડ પણ કરવામાં આવી. બેભાન અવસ્થામાં રવિવાર મોડી રાત્રે ૨૦ વર્ષીય યુવતી ધૂમનગંજ પોલીસ સ્ટેશન પહોંચી અને ઘટનાની જાણકારી આપી. પોલીસે યુવતીના નિવેદનના આધારે કેસ નોંધી આરોપીઓની શોધખોળ કરવા માટે દરોડા પાડવાની શરૂ કરી દીધું છે. આરોપ છે કે બેનીગંજની રહેવાસી બ્યૂટીશિયનને તેમના દોસ્ત આશિક, સુફિયાન, સાબૂ અને એક અન્ય યુવકે સુલેમ સરાય સ્થિત પોતાના ઘરે બોલાવી અને દારૂ પીવડાવ્યો. ત્યારબાદ તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. વિરોધ કરતાં તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી. ત્યારબાદ પાર્ટીમાંથી યુવતી કોઈક રીતે ધૂમનગંજ પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યાં જ બેભાન થઈ ગઈ. ભાનમાં આવ્યા બાદ યુવતીએ પોલીસને જણાવ્યું કે તેની સાથે દુષ્કર્મ થયું છે.એસપી સિટીએ જણાવ્યું કે યુવતી નશાની હાલતમાં હતી.

તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીના ઘરનું સરનામું પણ પીડિતા નથી જણાવી શકી. જેના કારણે પોલીસ આરોપી સુફિયાના ઘરને ટ્રેસ નથી કરી શકી. યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવતાં પોલીસ બેડામાં ઘટનાને લઈ હોબાળો થઈ ગયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.