Western Times News

Gujarati News

દારૂ લઈ જતા યુવકોને રોકતા પોલીસ ઉપર ગાડી ચઢાવી

પ્રતિકાત્મક

વલસાડ, વલસાડ શહેરમા ગાડીમાં દારૂ લઇ જતા સુરતના બે યુવકોએ તેમની ગાડીને રોકવાનો પ્રયાસ કરતા એક પોલીસકર્મી પર મોત નીપજાવવા ના ઇરાદે ગાડી ચડાવી કચડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

સુરતના બંને યુવકો વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક પોલીસકર્મી પર ગાડી ચલાવી અને તેમની હત્યા નિપજાવવાના કરેલા પ્રયાસ બદલ ફરિયાદ દાખલ થતાં જ ચકચાર મચી ગઈ છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયંતીભાઈ ભૂનેતર વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરજ પર હતા.

એ દરમિયાન વાપી તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારને તેઓએ રોકાવી હતી અને ત્યારબાદ કારની તપાસ કરતા કારમાંથી ૮ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આથી કારમાં સવાર યુવકો જયેશ ઈશ્વર પટેલ અને અરુણ પટેલ ને દારૂના જથ્થાને વલસાડ સિટી પોલીસ સ્ટેશન લાવી રહ્યા હતા એ વખતે જ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનની સામે ગાડીમાંથી ઉતરતા જ બન્ને આરોપીઓએ ગાડીને પુરપાટ વલસાડના જાહેર રસ્તા પર ભગાવી હતી.

જાેકે પોલીસે પીછો કરતા ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલી આરોપીઓની કાર આગળ જઈ અને કોન્સ્ટેબલ એ રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ કોન્સ્ટેબલ પર જ ગાડી ચડાવી મોત નિપજવા નો પ્રયાસ કર્યો હતો.

આમ દારૂના જથ્થા સાથે ભાગી રહેલા આ બંને યુવકોને રોકવા પોલીસ કોન્સ્ટેબલ તેમની ગાડીના બોનેટ પર લટકી ગયા હતા,પરંતુ તેમ છતાં આરોપીઓએ પુરઝડપે ગાડી ભગવતા પોલીસ કોન્સ્ટેબલને ઇજા થઇ હતી કોન્સ્ટેબલને ટક્કર મારી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. વલસાડ એલસીબી પોલીસે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર સુરતના જયેશ ઈશ્વરભાઈ પટેલ અને અરુણ પટેલ નામના બંને યુવકોની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ પોલીસના હાથે ઝડપાયેલા બંને યુવકોમાં એક નોનવેજ ની લારી ચલાવે છે અને અને એક સેલ્સમેનનું કામ કરે છે, આ બંને આરોપીઓ દમણ ફરવા ગયા હતા ત્યાંથી પોતાની ગાડીમાં વિદેશી દારૂની ૮ બોટલ લઈ અને સુરત તરફ જઇ રહ્યા હતા ત્યારે વલસાડ માં પોલીસ કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કરતા તેના પર જ ગાડી ચડાવી તેની હત્યા નીપજાવવાની કોશિશ કરી હતી.

પોલીસે આ બંને આરોપીઓને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે,અને તેમના વિરુદ્ધ પોલીસ કર્મીના હત્યાના પ્રયાસ અને વિદેશી દારૂની હેરાફેરીનો ગુનો નોંધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.