દાળોની કિંમતોમાં ૨૫ ટકા સુધીનો મોટો ઉછાળો રહ્યો
દાળની છુટક કિંમતમાં ઉલ્લેખનીય વધારો થતા સામાન્ય લોકો પરેશાનઃ મધ્યમ વર્ગ ઉપર બિનજરૂરી બોજ વધ્યો |
નવી દિલ્હી, ગરીબ લોકોની થાળીમાંથી દાળ ફરી એકવાર ગાયબ થવા લાગી ગઇ છે. આનુ મુખ્ય કારણ ઉંચી કિંમતો રહેલી છે. જુદા જુદા પ્રકારની દાળની કિંમતમાં એક સપ્તાહના ગાળામાં જ ૨૫ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. રેસ્ટોરન્ટસમાં મુખ્ય રીતે કામ આવતી અડદની દાળનુ સ્થાન ફરી એકવાર ચણા દાળ લઇ ચુકી છે. દાળોની કિંમતોમાં આ દિવસોમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે.
વરસાદના કારણે અડદ અને મગના પાકને ભારે નુકસાન થયુ છે. આ પાક દાગી બની જવાના કારણે કિંમતોમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. અડધની દાળની કિંમતોમાં એક સપ્તાહના ગાળામાં ૨૫ ટકા સુધીનો વધારો થઇ ગયો છે. આવી જ રીતે મગ મોગર દાળની કિંમતમાં પણ ૨૦ ટકા સુધીનો વધારો થઇ ગયો છે. રિટેલ કિંમતોની વાત કરવામાં આવે તો અડધના સારા મોગરની દાળની કિંમત પ્રતિ કિલો ૧૨૫ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે વર્તમાનમાં મુંબઇ અને ચેન્નાઇમાં અડધ અને મગની દાળની મોટા પાયે ખરીદી કરવામાં આવી રહી છે. બ્રોકર કાંતિ કુમારે કહ્યુ છે કે જયપુર મંડીમાં પૂર્ણ અડધના ભાવ કિલોદીઢ ૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ઉત્પાદન ઓછુ રહેવાના કારણે કિંમતોમાં વધારો થયો છે. રીટેલ કારોબારી માની રહ્યા છે કે આ સ્થિતિ હાલમાં હળવી બનનાર નથી. ગરીબ લોકોને તો વધારે મુશ્કેલી પડી શકે છે.
તેમની થાળીમાંથી ફરી એકવાર દાળ હવે ગાયબ થઇ રહી છે. રેસ્ટોરન્ટ અને હોટેલોના લોકો પણ ઉંચી કિંમતે તેની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે હોટેલોમાં ભાવ પણ વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. નિષ્ણાંતોના કહેવા મુજબ પેકિંગ કરવામાં આવેલી દાળો અને બ્રાન્ડેડ દાળોની કિંમતો તો આના કરતા પણ વધારે છે. સરેરાશ ભાવની વાત કરવામાં આવે તો ચણા દાળની સરેરાશ કિંમત કિલોમાં ૬૫થી ૬૮ રૂપિયા સુધીની છે. આવી જ રીતે મગ મોગરની કિંમત ૧૦૦થી ૧૦૫ રૂપિયાની છે. સરેરાશ રિટેલ ભાવને લઇને કારોબારી હચમચી ઉઠ્યા છે. એકબાજુ ડુંગળીની કિંમતો પણ આસમાને પહોંચી છે ત્યારે બીજી બાજુ ગરીબ લોકો માટે ખુબ ઉપયોગી ગણાતી દાળની કિંમતોમાં એક સપ્તાહના ગાળામાં જ ૨૫ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. માત્ર રાજસ્થાનના બજારોમાં જ નહીં બલ્કે દેશના અન્ય બજારમાં પણ છુટક કિંમતોમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે.