દાળ અને અનાજ ખાઓ, ઉંમરમાં ૧૦ વર્ષ વધારો

નવી દિલ્હી, દુનિયાનો દરેક મનુષ્ય લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માંગે છે અને દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે લાંબુ જીવન જીવવા માટે શું ખાવું જાેઈએ? નિષ્ણાતો પણ એ વાત સાથે સહમત છે કે લાંબા અને સ્વસ્થ જીવન માટે શારીરિક રીતે સક્રિય રહેવું અને સ્વસ્થ આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સ્વાભાવિક છે કે સ્વસ્થ આહાર દ્વારા શરીરને સ્વસ્થ રાખવાથી તમામ પ્રકારના રોગોથી બચાવી શકાય છે. જાે તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય કે લાંબુ આયુષ્ય જીવવા માટે તમારે શું કરવું જાેઈએ, તો આ પ્રશ્ન કોઈ વૃદ્ધ વ્યક્તિને પૂછો તો સામે જવાબ મળશે કે, તેમના લાંબા જીવનનું રહસ્ય સ્વસ્થ આહાર છે. સ્વસ્થ આહારનો અર્થ એ નથી કે માત્ર મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓ શરીરને વધુ લાભ આપે છે.
એક રિસર્ચ અનુસાર મોંઘા ખાદ્ય ચીજવસ્તુઓને બદલે અનાજ અને કઠોળ ખાવાથી જીવનની ગુણવત્તા સુધારવામાં તેમજ લાંબુ જીવન બનાવવામાં મદદ મળી શકે છે. નોર્વેની બર્ગન યુનિવર્સિટીના અભ્યાસમાં દરરોજ દાળ અને આખા અનાજ ખાવા અને લાંબુ આયુષ્ય વચ્ચે સંબંધ જાેવા મળ્યો છે.
સંશોધકોએ કહ્યું છે કે જે લોકો નિયમિતપણે કઠોળ અને અનાજ જેવી વસ્તુઓનું સેવન કરે છે તેઓ આ વસ્તુઓ ન ખાતા લોકો કરતાં દસ વર્ષ લાંબુ જીવવામાં મદદ મળી શકે છે. સંશોધકો માને છે કે જાે તમે વધુ કઠોળ, આખા અનાજ અને બદામ ખાઓ છો અને મીટ અને પ્રોસેસ્ડ મીટનું ઓછું સેવન કરો છો. તો તે તમને તમારા જીવનમાં ૧૦ વધારાના વર્ષો ઉમેરવાની તક મળી શકે છે.
અમેરિકન સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, સરેરાશ અમેરિકન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા પશ્ચિમી આહારમાં ભાગ્યે જ કઠોળ, ફળો અને શાકભાજી હોય છે, પરંતુ તેના બદલે ડેરી અને ખાંડવાળા પીણાંનો સમાવેશ જ હોય છે. રિસર્ચ અનુસાર વૃદ્ધાવસ્થામાં પણ ફેરફાર કરવાથી ફાયદો થઈ શકે છે.
ઉદાહરણ તરીકે, ૬૦ ના દાયકામાં પુરુષો અને સ્ત્રીઓ સંયુક્ત રીતે ૮.૪ વર્ષનું જીવન મેળવી શકે છે. જાે તેઓ આ વસ્તુઓને તેમના આહારમાં સામેલ કરે તો. ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે ૮૦ના દાયકાના લોકો પણ ઉંમરમાં વધુ ૩.૪ વર્ષ ઉમેરી શકે છે.SSS