દાવાની પતાવટનો સમય 48 કલાકથી ઘટીને 12 કલાક કરશે શ્રીરામ લાઇફ ઇન્સ્યોરન્સ
નાણાકીય વર્ષ 2020-21માં દાવાની પતાવટનો રેશિયો 95 ટકાથી વધી જશે -શ્રીરામ લાઇફ ઇન્સ્યોરન્સ 12 કલાકની અંદર દાવાઓની પતાવટ કરવા અગ્રેસર
મુંબઈ, રોગચાળાના સમયમાં લોકોની સમસ્યાઓ ઘટાડવા માટે શ્રીરામ લાઇફ ઇન્સ્યોરન્સ નોન-અર્લી દાવાઓની પતાવટ ડોક્યુમેન્ટ રજૂ થયાના 48 કલાકને બદલે 12 કલાકની અંદર કરવા તરફ અગ્રેસર છે. સમગ્ર દેશમાં કંપની તમામ નોન-અર્લી દાવાઓમાંથી મોટા ભાગનું સેટલમેન્ટ 12થી 48 કલાકની અંદર કરે છે.
છેલ્લાં થોડાં વર્ષ દરમિયાન શ્રીરામ લાઇફે એના દાવાની પતાવટનો રેશિયો સતત સુધાર્યો છે, જે નાણાકીય વર્ષ 2016-17માં 64 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2019-20માં 91.6 ટકા+ થયો છે અને હવે નાણાકીય વર્ષ 2020-21માં 95 ટકા+થી વધશે.
શ્રીરામ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી કાસ્પરસ ક્રોમહૂટે કહ્યું હતું કે, “શ્રીરામ લાઇફ વીમાની સૌથી વધુ જરૂર ધરાવતા વર્ગને સેવા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે કામ કરે છે. અમારી ટીમ એ બાબત સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે, ક્લેઇમ ઇન્ટિમેશન પર સમયસર મદદ કરવી અને શક્ય હોય ત્યાં 12 કલાકમાં દાવાની પતાવટ થાય. અત્યારે 54 ટકાથી વધારે તમામ નોન-અર્લી ક્લેઇમની પતાવટ 12 કે 48 કલાકમાં થાય છે.”
શ્રીરામ લાઇફ સમાજના એ વર્ગો માટે હંમેશા આધારસ્તંભ રહી છે, જે આવકના મુખ્ય સ્ત્રોત સમાન વ્યક્તિના અવસાનને કારણે નાણાકીય મુશ્કેલીમાં આવવાનું સૌથી વધુ જોખમ ધરાવે છે. કંપનીએ ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં મોટા અને વંચિત વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપનીને આશરે 45 ટકા વ્યવસાય ભારતના ગ્રામીણ વિસ્તારોમાંથી મળે છે.
પરિણામે કંપની તમામ ખાનગી કંપનીઓ વચ્ચે વ્યક્તિગત નિયમિત પોલિસીઓ માટે સરેરાશ ઓછી રકમ ધરાવે છે, જે અંદાજે રૂ. 17,000 છે.
ક્રોમહૂટે ઉમેર્યું હતું કે, “અમારી ગરીબ વર્ગ સાથે કામ કરવાની કટિબદ્ધતા સેવા આપવાની નવીન પ્રક્રિયાના વિકાસ તરફ દોરી ગઈ છે. એનાથી અમે મૃત્યુના દાવાની પતાવટ કરવા જેવી મહત્વપૂર્ણ સેવાઓ પ્રદાન કરવા અંતરિયાળ વિસ્તારમાં પણ સમયસર પ્રદાન કરવા સક્ષમ છીએ.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શ્રીરામ લાઇફ એના ગ્રાહકો અને ગ્રાહકોના પરિવારજનોને સેવા આપવાની દિશામાં, તેમને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગ્રેસર થવા માટે કામ કરવાનું જાળવી રાખશે.
તેમણે વાત પૂરી કરતાં કહ્યું હતું કે, “કંપનીએ ભૌગોલિક નિયંત્રણોને ધ્યાનમાં લીધા વિના એના ગ્રાહકો સુધી વધારે અસરકારક રીતે પહોંચવા અને તેમને સેવા આપવા સક્ષમ બનવા અદ્યતન ટેકનોલોજીનો સ્વીકાર્ય કર્યો છે અને એનો ઉપયોગ કર્યો છે. કોવિડ-19 લોકડાઉન ગાળા દરમિયાન કંપની એના તમામ ગ્રાહકોને 24X7 ડિજિટલ સહાય પ્રદાન કરવા સક્ષમ હતી.”