Western Times News

Gujarati News

દાસલવાડા ગ્રામ પંચાયતનું મકાન બિસ્માર હાલતમાંઃ બારણા તૂટેલી હાલતમાં

કપડવંજ, કપડવંજ તાલુકાના દાસલવાડા ખાતે આવેલ પંચાયત ઘર બિસ્માર હાલતમાં છે. આ અંગે દાસલવાડા ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ દરિયાબેન રમેશભાઈ પરમાર, કમિટી સબ્યો અને ગ્રામજનોના જણાવ્યાં મુજબ દાસલવાડા ગ્રામ પંચાયતનું પંચાયત ઘર બિસ્માર હાલતમાં હોવાથી પંચાયતમાં કામ કરતા કર્મચારીઓ જીવના જાેખમે કામ કરી રહ્યાં છે.

પંચાયત ઘરના ધાબાનો એક ભાગનો સ્લેબ તૂટી પડેલ છે જેથી તેના પર તાડપત્રી મૂકીને કામ કરવું પડે છે. પંચાયત ઘરની અંદર-બહારના બારણા તૂટી ગયેલ હાલતમાં છે, છતમાંથી પોપડા ઉખડી ગયેલા છે. આ અંગે દાસલવાડા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,

સને ૨૦૧૮માં નવા પંચાયત ઘર માટેની દરખાસ્ત કરી હતી અને સને ૨૦૧૯માં ફરીથી દરખાસ્ત કરવામાં આવી છે. ૨૦૨૨માં નવા પંચાયત ઘરની વહીવટી મંજૂરી આવી ગઈ છે અને ટેન્ડરની પ્રક્રિયા હાલ જિલ્લા પંચાયતમાં થઈ રહી છે. દાસલવાડા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા રાખવામાં આવી હતી.

કમિટીના સભ્યો અને ગ્રામજનોએ સામૂહિક ભેગા થઈ ગ્રામસભા બંધ રખાવી હતી. દાસલવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દરિયાબેન રમેશભાઈ પરમાર, કમિટીના સભ્યો અને ગ્રામજનોના જણાવ્યાં મુજબ ગ્રામસભાની કોઈ આગોતરી જાણ કે એજન્ડા ફેરવ્યો ન હતો. ગ્રામસભા હોય અને અઠવાડિયા અગાઉ જાણ કરવી પડે એવું ગ્રામજનોનું કહેવું છે.

આ ગ્રામ સભામાં નવીન પંચાયત ઘર, આંગણવાડી ઘર, રોડ-રસ્તા ગટર અને ઘાસચારાના પ્રશ્નો માટે મળવાની હતી જે બંધ રાખવામાં આવી હતી. આ અંગે તલાટી વિશાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, તાલુકા પંચાયતમાંથી તારીખ ૬ને સોમવારના રોજ સાંજે ૬ઃ૦૦ કલાકે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કમિટી સભ્યોને વોટ્‌સએપ દ્વારા સમય ઓછો હોવાથી જાણ કરેલ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.