દાહોદના શિક્ષિકા વેક્સિનના અમોઘ શસ્ત્ર દ્વારા સત્વરે સુરક્ષિત થઇ જવા નાગરિકોને કરે છે અપીલ
કોરોનાથી બચાવ માટેના અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન તમામ નાગરિકો જેમનો વારો આવે એ સૌ એ સત્વરે લઇ લેવી જોઇએ. અત્યારે ૪૫ કે તેથી વધુ ઉંમરના લોકો આ રસી લઇ શકે છે માટે તેમણે નજીકના રસીકરણ કેન્દ્ર જઇને રસી લઇ કોરોનાના તીવ્ર સંક્રમણના સમયમાં પોતાને વેક્સિનથી સુરક્ષિત કરી લેવા જોઇએ. વેક્સિન બાબતે બોરડી ઇનામ પ્રાથમિક શાળાના સુશ્રી રાધાબેન શાહ જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમનો અભિપ્રાય જાણીએ.
તેઓ જણાવે છે કે, ‘મારૂં નામ છે રાધાબેન મીલનકુમાર શાહ. હું બોરડી ઇનામી પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. આજે એવું કહેવાય છે કે ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાય રહ્યું છે ત્યારે એક શિક્ષક તરીકે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે મેં કોરોનાની વેક્સિનના બે ડોઝ લીધા છે. પણ મને કોઇ પણ પ્રકાની આડઅસર થઇ નથી.
આજે એક જવાબદાર વ્યક્તિ તરીકે હું એટલું જ કહેવા માગું છું આ સમાજને- નાગરિકોને કે કોરોનાને મ્હાત આપવી હોય તો વેક્સિન એ અમોઘ શસ્ત્ર છે. ઉપરાંત આપણે સામાજિક અંતર જાળવીએ, માસ્ક પહેરીએ અને સામાજિક અંતરનું પાલન કરીએ.
તો મારૂં માનવું છું કે કોરોનાને મ્હાત આપવા માટે આપણે સિંહફાળો આપી શકીએ છીએ. સરકાર દ્વારા દરેક રાજય-જિલ્લામાં વિવિધ રસીકરણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે આપણે તેનો અવશ્ય લાભ લેવો જોઇએ. સરકાર દ્વારા નિ:શુલ્ક રસીકરણ માટેનું અભિયાન ચાલી રહ્યું છે
ત્યારે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને કોરોનાની રસી મુકાવવી જોઇએ. વેક્સિનથી વ્યક્તિની ઇમ્યુનિટિ વધશે અને કોરોનાને આસાનીથી હરાવી શકાશે. હું જાહેર જનતાને નમ્ર અપીલ કરૂં છું કે કોરોનાની રસી બને એટલી જલ્દી નજીકના રસીકરણ કેન્દ્રમાં જઇને લઇ લો.’