Western Times News

Gujarati News

દાહોદના સાઇકો કિલર મધ્ય પ્રદેશ પોલીસ સાથેની અથડામણમાં ઠાર

વડોદરા, દાહોદ નજીક ખરેડી ગામના કુખ્યાત સાયકો કિલરને મધ્યપ્રદેશની પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. દાહોદમાં બે હત્યા કરી આજીવન કારાવાસની સજા ભોગવતો દિલીપ દેવળ પેરોલ જમ્પ કરી 2 વર્ષથી ફરાર હતો. ફરાર થયા બાદ તે મધ્યપ્રદેશના રતલામમાં રહેતો હતો.

દિલીપ દેવળે રતલામમાં દેવદિવાળીના દિવસે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી હતી. ત્યારે તે મધ્યપ્રદેશની પોલીસના ચોપડે વોન્ટેડ હતો. ત્યારે એક એન્કાઉન્ટરમાં દિલીપ દેવળ ઠાર મરાયો છે.દેવ દિવાળીના દિવસે દિલીપ દેવળ તેમજ તેના સાગરિતોએ લૂંટ ચલાવી હતી. ટ્રિપલ મર્ડરનો મુખ્ય આરોપી દિલીપ દેવળને મધ્યપ્રદેશની પોલીસ શોધી રહી હતી.

કેટલાક જિલ્લામાં છેલ્લા ત્રિપલ મર્ડર કેસને રતલામ પોલીસે ગંભીરતાથી લઈ સીસીટીવી ફૂટેજ સહિત ટેકનિકલ સોર્સના મદદથી હત્યામાં સામેલ ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે માસ્ટરમાઈન્ડ દિલીપ સહિત બે હત્યારાઓ પોલીસ પકડથી દૂર હતા.

આ બંને હત્યારાને શોધી કાઢવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગુજરાત મધ્યપ્રદેશના આસપાસના જિલ્લાઓમાં તપાસનો દોર લંબાવ્યો હતો.  તે દરમિયાન આજરોજ પોલીસને બાતમી મળી હતી કે રતલામ જિલ્લાના ખાચરોદના હોમગાર્ડ કોલોનીમાં સંતાયેલો છે.

ત્યારબાદ પોલિસે હોમગાર્ડ કોલોનીમાં ચારે તરફથી ઘેરાબંધી કરી દિલીપ દેવળને પકડવાના પ્રયાસો કર્યા હતા.પરંતુ કુખ્યાત હત્યારા દિલીપ દેવળે પોલિસ પર ફાયરિંગ કરતા પાંચ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. જ્યારે પોલીસની જવાબી કાર્યવાહીમાં દિલીપ દેવળ ઠાર મરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.