દાહોદમાં કેટીએમ દ્વારા રોમાંચક સ્ટંટ શો યોજાયો
દાહોદ, 01-06-2019: યુરોપીયન રેસિંગ લિજેન્ડ કેટીએમ દ્વારા દાહોદમાં કેટીએમ સ્ટંટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટંટ શોનું આયોજન માઈન્ડ બ્લોઈંગ સ્ટંટ રાઈડ્સ અને ટ્રીક્સ પ્રોફેશનલ સ્ટંટ રાઈડર્સ દર્શાવવા માટે થયું હતું. આ સ્ટંટ શોનું આયોજન પાર્ટી પ્લોટ, સિનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ, દાહોદ ખાતે કરાયું હતું. પ્રોફેશનલ સ્ટંટ ટીમે કેટીએમ ડ્યુક બાઈક્સ પર શ્વાસ થંભાવી દે એવા સ્ટંટ દર્શાવ્યા હતા.
બજાજ ઓટો લિ.માં પ્રોબાઈકીંગના વાઇસ પ્રેસિડન્ટ સુમીત નારંગે કહ્યું હતું, ‘કેટીએમ બ્રાન્ડ તેની હાઈ પર્ફોર્મન્સ રેસિંગ બાઈક્સ માટે જાણીતી છે અને અમે હંમેશા અમારા ગ્રાહકોને કેટીએમ બાઈક આપી શકે છે એ રોમાંચ અને સાહસનો અનુભવ આપવા માગીએ છીએ. પ્રોફેશનલ સ્ટંટ દરેક મોટા શહેરમાં કરવામાં આવે છે અને નજીકના ભવિષ્યમાં તેનો વ્યાપ વધારાશે. કેટીએમ એક એક્સ્લુઝિવ પ્રિમિયમ બ્રાન્ડ છે અને અમે કેટીએમ ગ્રાહકોને યુનિક કેટીએમનો અનુભવ સુનિશ્ચિત રીતે આપવા આતુર છીએ.’
આ ઈવેન્ટ તમામ લોકો માટે આયોજિત હતી અને આ રોમાંચક સ્ટંટથી શહેરમાં ધૂમ મચી હતી. અત્યાર સુધીમાં કેટીએમ સ્ટંટ શોનું આયોજન સુરત, અમદાવાદ, કાંચીપુરમ, કોઈમ્બતુર, ચેન્નઈ, વિજયાપુર, લખનૌ, ઔરંગાબાદ, જમ્મુ, જલંધર, જબલપુર,જોધપુર, ભિલોડા, નવસારી, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, વાપી વગેરે શહેરોમાં થયું છે. કેટીએમ પ્રશંસકો કેટીએમ બાઈક્સની રેન્જમાંથી ખરીદી કેટીએમ ગોધરા – ગિરિરાજ કોમ, ગોધરા દાહોદ રોડ, વાવડી, ગોધરા, ગુજરાત ખાતેથી કરી શકે છે.