Western Times News

Gujarati News

દાહોદમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ ૪નાં મોત

દેવગઢ બારીયા, દાહોદ જિલ્લામાં એક ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ ચાર લોકોનાં શંકાસ્પદ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સિવાય ભોજન લીધા બાદ ૯ લોકોની તબિયત લથડતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ દેવગઢ બારીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે, મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ જાણવા મળશે. આ ઘટના દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના ભુલવાણ ગામની છે. અહીં એક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો જમવા માટે એકત્ર થયા હતા. અહીં ભોજન લીધા બાદ ચાર લોકોનાં શંકાસ્પદ મોત થયા હતા. જ્યારે ૯ લોકોની તબિયત લથડતા તેઓેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

એક સાથે ચાર લોકોનાં મોત થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. જાે કે, મૃતકોનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ જાણી શકાશે. ગામના મોટી સંખ્યામાં લોકોની આ રીતે તબિયત લથડતા ગામમાં પણ હાહાકાર મચી ગયો હતો. લોકોની તબિયત લથડતા તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના તબીબોએ તેઓની સારવાર હાથ ધરી હતી. જાે કે, ચાર લોકોનાં શંકાસ્પદ મોત થતા તેઓના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો. બીજી તરફ, જે લોકો આ પ્રસંગમાં હાજર રહ્યા હતા અને ભોજન લીધુ હતુ તેઓમાં પણ ભય વ્પાયેલો જાેવો મળ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ મોતનું સાચુ કારણ જાણવા મળશે. ત્યારે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ખાવા-પીવામાં કોઈ ઝેરી પદાર્થ આવી ગયો હોઈ શકે છે. જે બાદ ચાર લોકોનાં મોત થયા હતા અને ૯ લોકોની તબિયત લથડી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.