દાહોદમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા એ. બી. પાંડોર
(માહીતી) દાહોદ, ગુજરાત વહીવટી સેવાના વરિષ્ઠ અધિકારી શ્રી એ.બી. પાંડોરે આજે સવારે દાહોદનાં નિવાસી અધિક કલેક્ટર તરીકેનો પદભાર ગ્રહણ કરી લીધો છે. દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૨ ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા વર્ષ ૨૦૧૪ ની લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને તે બાદ લીમખેડામાં પ્રાંત અધિકારી તરીકે બે વર્ષ સુધી ફરજ બજાવનારા શ્રી પાંડોર દાહોદ જિલ્લાથી સુપરિચિત છે.
તેઓ અમરેલી ખાતે ૩ વર્ષ કરતા પણ વધુ સમય આરએસી તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. ત્યાંથી તેમની દાહોદ ખાતે બદલી થઇ છે. વર્ષ ૨૦૦૪ માં ગુજરાત વહીવટી સેવામાં જાેડાનાર શ્રી પાંડોર વિવિધ સ્થળોએ નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન, જમીન સંપાદન, પ્રાયોજના વહીવટદાર સહિતના પદો ઉપર સેવા બજાવી છે. સ્વભાવે મિલનસાર અને મિતભાષી શ્રી પાંડોરના અનુભવનો લાભ જિલ્લા વહીવટી તંત્રને મળશે.