દાહોદમાં લોકડાઉનના ભંગ બદલ ફરસાણની દુકાન સીલ કરાઈ
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વધી રહેલા કોરોના વાઈરસ ના સંક્રમણને રોકવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનો કડક અમલ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે આજે દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલી રામેશ્વર નમકીન ના વેપારીએ દ્વારા લોકડાઉન નો ભંગ કરી દુકાન ચાલુ રાખવામાં આવી હતી જેની જાણ દાહોદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને થતા અધિકારીઓ તાત્કાલિક ફરસાણની દુકાન પર દોડી આવ્યા હતા અને ફરસાણ ની દુકાનને લોકડાઉન ના નિયમો નો ભંગ કરવા બદલ સીલ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર અને પોલીસ ની કડક કાર્યવાહી થી લોકો માં ફફડાટ ફેલાયો હતો. (મયુર રાઠોડ દાહોદ)