દાહોદ અનાજ માર્કેટમાં તસ્કરો ત્રાટક્યા, બે દુકાનોને નિશાન બનાવી
દાહોદ : દાહોદ અનાજ માર્કેટના પાછળના ભાગની નદી તરફની કમ્પાઉન્ડ વોલમાં બાકોરું પાડી ગત રાતે દાહોદ અનાજ માર્કેટમાં ઘૂસી આવેલા તસ્કરોએ અનાજ માર્કેટ ના બે વેપારીઓની દુકાનને નિશાન બનાવી બંને દુકાન માંથી મળી કોલ રૂ.૧,૦૮,૦૦૦/- ની મત્તા ચોરીને લઇ ગયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત રાતે અજાણ્યા તસ્કરોએ દાહોદ અનાજ માર્કેટની પાછળના ભાગે નદી તરફની કમ્પાઉન્ડ વોલમાં મોટું બાકોરું પાડી તે બાકોરા માટે અનાજ માર્કેટમાં પ્રવેશ્યા હતા
અને અનાજ માર્કેટમાં આવેલ અનાલ ભાઈ ઈકબાલભાઈ ખરોદા વાલા તથા કુત્બુદ્દીનભાઈ એમ બે વેપારીઓની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી
અને અનાલભાઈ ઈકબાલભાઈ ખરોદા વાલાની દુકાનની બારીની ગ્રીલ તોડી તે વાટે તસ્કરો બે દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાંની નાની તિજોરી તોડી તેમાં મુકેલ મોટી તિજોરીની ચાવી કાઢી તે ચાવી વડે મોટી તિજોરી ખોલી તેમાં મુકેલ રૂપિયા ૫૦,૦૦૦/-ની રોકડ તેમજ દુકાનમાં મુકેલ રૂ. ૧૪,૦૦૦/- ની કિંમતના જુના લેપટોપ નંગ-૨ રૂ.૩૦,૦૦૦/- ની કિંમતના જુના ડેસ્ક ટોપ નંગ બે તથા કુત્બુદ્દીનભાઈની દુકાનના દરવાજાનું તાળું તોડી
તે વાટે દુકાનમાં પ્રવેશી દુકાન માં મુકેલ રૂપિયા ૧૪,૦૦૦/-ની કિંમતના જુના લેપટોપ નંગ-૨ મળી બંન્ને દુકાનોમાંથી કુલ રૂ.૧,૦૮,૦૦૦/- ની મત્તા ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે દાહોદ અનાજ માર્કેટના વેપારી અનાલભાઈ ઈકબાલભાઈ ખરોદા વાળાએ નોંધાવેલી ફરિયાદના આધારે દાહોદ ટાઉન પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ડોગ સ્કોડ તથા એફએસએલની મદદ માંગી છે.