દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં સામાજિક સમરસતા યાત્રા યોજાઇ
દાહોદ:દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં સર્વે સમાજ ને જોડતી એકતાના હેતુ સાથે સમાજિક સમરસતા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા દેવગઢબારીયાના કેલીયા ગામના કબીર આશ્રમ થી પ્રસ્થાન થઈ નગવાવ,સાદરા, સેવનિયા, નાડાતોડ, ડભવા,બામરોલી,કાળીડુંગરી અને દેવગઢબારિયા નગરમાં થઈ નાનીઝરી,કાલીયાગોટા,રામા, મોટીઝરી માતાના વડ, પીપલોદ રહીને છેલ્લે કબીર આશ્રમ સાલિયા ખાતે સમાપન થયું હતું.
સામાજિક સમરસતા યાત્રાનું ગામે ગામ સ્વાગત કરવામાં આવ્યું સભાઓ સંબોધવામાં આવી અને સામાજિક સમરસતા વિષય લઈને સમાજને એક તાંતણે સૌના ઉત્કર્ષ વિકાસ માટે સમાજમાં નાત-જાત,ઉચ નીચ ના ભેદભાવ ને દૂર કરી સમાજમાં એક સમાનતા જળવાય અને તે હેતુથી આ યાત્રા યોજવામાં આવી હતી.