દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ૫૦થી વધુ યુવા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જાેડાયા
(પ્રતિનિધિ)દેવગઢ બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિધાનસભા ક્ષેત્રમાં દીપક ગોસ્વામીની આગેવાનીમાં યુથ કોંગ્રેસ સમિતિ વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા દે.બારીયા વિધાનસભાના નેતા ભારતસિંહ વાખલા પ્રદેશ યુથ પ્રભારી હેમંત ઓગલેજી સહ પ્રભારી શહીદજી જીલ્લા પ્રભારી વિશ્વનાથસિંહ વાઘેલા જીલ્લા યુથ પ્રમુખ મહેશ બબેરીયા જિલ્લા મહિલા પ્રમુખ શોભનાબેન ડામોર તથા દેવગઢ બારિયા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અને આ સંમેલનમાં નવા ૫૦ થી વધુ યુવા કાર્યકર્તાઓ યુથ કોંગ્રેસમાં જાેડાયા હતા. દે.બારિઆ કોંગ્રેસના કાર્યકર્તાઓ ધ્વારા દેવગઢબારિયા માંથી જીલ્લા કોંગ્રેસ સંગઠનમાં કોઈ નેતૃત્વ મળે તેવી માંગણી કરવામાં આવી હતી. જેથી ભવિષ્યમાં દેવગઢ બારિયા કોંગ્રેસને વધુ મજબુત બનાવી શકાય.