Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં આગના બનેલા ત્રણ બનાવોમાં અંદાજે રૂપિયા ૬,૯૫,૦૦૦/- નું નુકસાન

દિપાવલી અને નૂતન વર્ષના પર્વે દાહોદ જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ બનેલા આકસ્મિક આગના ત્રણ બનાવોમાં બે આખા મકાન તથા એક અડધું મકાન ઘરવખરીનો સામાન બાઈક રોકડ તેમજ મકાઈના ડોડા સાથેની કડબ વગેરે બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા ૬,૯૫,૦૦૦/- નું નુકસાન થયાનું સત્તાવાર સુત્રો દ્વારા જાણવા મળેલ છે

પ્રાપ્ત વિગત અનુસાર દિપાવલીના પર્વએ દાહોદ જિલ્લામાં આકસ્મિક આગના બનેલા ત્રણ બનાવો પૈકી એક બનાવ ગરબાડા તાલુકાના આંબલી છરછોડા ગામે બનવા પામ્યો હતો.

જેમાં આંબલી છરછોડા ગામના ભાભોર રાજવીર ભરતભાઈ ભાભોર દિનુભાઇ છગનભાઈ તથા ભાભોર ભરતભાઈ છગનભાઈ એમ ત્રણેય જણાના પાસે પાસે આવેલા ત્રણ મકાનોમાં ગત રોજ શનિવારે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં ત્રણ મકાનો આગની લપેટમાં આવી જતા આસપાસથી દોડી આવેલા ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ આગ વધુને વધુ પ્રચંડ બનતા આગ અંગેની જાણ દાહોદ ફાયર સ્ટેશને કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની પ્રક્રિયાનો આરંભ કરી પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી આગ હોલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.

તેમ છતાં આગમાં ભાભોર રાજવીર ભરતભાઈ તથા ભાભોર દિનુભાઇ છગનભાઈ એમ બંને જણાના મકાન સંપૂર્ણ બળીને રાખ થઈ ગયા હતા. તેમજ ભાભોર ભરતભાઈ છગનભાઈના પાકા મકાનનો અડધો ભાગ સંપૂર્ણ બળી ગયો હતો.

આમ આગમાં બે મકાનો સંપૂર્ણ તથા એક મકાન અડધુ તેમજ ઘરવખરીનો સામાન રૂપિયા ૩૫,૦૦૦/- ની રોકડ તથા એક બાઈક બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા ૫,૯૫,૦૦૦/- નું નુકસાન થવા પામ્યું હતું. જિલ્લામાં આગનો બીજો બનાવ દાહોદ તાલુકાના કઠલા ગામે પટેલ ફળિયામાં ગઇકાલ શનિવાર રાતે પોણા દસ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો.

જેમાં કઠલા ગામે રહેતા ડામોર ચતુરીબેન સોમાભાઈના મકાનની સામે ખુલ્લી જગ્યામાં કરેલ મકાઈના ડોડા સાથેની કડબના ઢગલામાં આકસ્મિક રીતે આગ ફાટી નીકળતા આગ અંગેની જાણ દાહોદ ફાયર સ્ટેશનને કરતા દાહોદ ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી આવી પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગપર કાબુ મેળવી આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમાં અંદાજે રૂપિયા ૫૦,૦૦૦/-ની કિંમતની મકાઈના ડોડા સાથેની કડબ બળી જતા નુકસાન થવા પામ્યું હતું.

જ્યારે દાહોદ જિલ્લામાં આકસ્મિક આગનો ત્રીજો બનાવ આજ રોજ રવિવારે સવારે આઠ વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના ખરેડી ગામના ડુંગરી ફળિયામાં બનવા પામ્યો હતો.

જેમાં ખરેડી ગામના ડુંગરી ફળિયામાં રહેતા રૂમાલભાઈ સિસ્કાભાઈના ઘરની આગળની ખુલ્લી જગ્યામાં તેઓએ કરેલ મકાઈના ડોડા સાથેની કડબના ઢગલામાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠતા આગ અંગેની જાણ દાહોદ ફાયર બ્રિગેડના લાશ કરો ફાયર ફાઈટર સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું

આગમાં મકાઈના ડોડા સાથેની કડબનો ઢગલો સંપૂર્ણ બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા ૫૦,૦૦૦/- નું નુકશાન થવા પામ્યું છે આમ દિવાળી નૂતન વર્ષ પર્વે દાહોદ જિલ્લામાં આગના બનેલા ત્રણ બનાવોમાં અંદાજે રૂપિયા ૬,૯૫,૦૦૦/- નું નુકસાન થયાનું ફાયર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.