Western Times News

Gujarati News

દાહોદ જીલ્લાના નોકરીદાતા અને રોજગાર વાંછું માટે જીલ્લા રોજગાર કચેરી,દાહોદ દ્વારા ઓનલાઈન જોબ ફેર યોજવામાં આવશે

દાહોદ: હાલ નોવેલ કોરોના –કોવીડ -૧૯ ના સંક્રમણ ને અટકાવવા માટે દેશ અને દુનિયામાં પ્રયત્યનો થઇ રહ્યા છે..દાહોદ જીલ્લામાં ખાનગી ક્ષેત્રના ઉધોગોની જરૂરિયાત મુજબનું માનવ બલ (મેનપાવર) સ્થાનિક ધોરણે મળી રહે અને જીલ્લાના યુવાનો/રોજગારવાન્છુઓ ઘેર બેઠા ખાનગી ક્ષેત્રમાં રોજગારી મેળવવા ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે જીલ્લા રોજગાર કચેરી ,દાહોદ દ્વારા ઓનલાઈન જોબ ફેરનું આયોજન કરવામાં આવનાર છે. ઓનલાઇન જોબ ફેરમાં ભાગ લેવા માંગતા નોકરીદાતા (એમ્પ્લોયર)દ્વારા રોજગાર કચેરી દાહોદની નોકરીદાતા માટેની ગુગલ લીંક પર અને કચેરીના ઈમેલ આઈડી પર એકમ સંસ્થાની જરૂરિયાત મુજબની ખાલી જગ્યાઓ માટેની વિગતો સબમિટ કરવાની રહેશે અને સી.એન.વી ફોર્મ મોકલવાનું રહેશે.

ઓનલાઇન જોબ ફેરમાં જીલ્લાના રોજગાર કચેરી ખાતે નોંધાયેલા અને નોંધાયા સિવાયના તમામ રોજગારવાન્છુઓ ભાગ લઇ શકશે. ભાગ લેવા માટે ઉમેદવારોએ ઉમેદવાર માટેની ગુગલ લીંક પર ફોર્મ માં જણાવેલ તમામ ભરીને સબમિટ કરવાનું રહેશે. ગુગલ લીંક દ્વારા લાયકાત મુજબના ઉમેદવારોનું લીસ્ટ નોકરીદાતા (એમ્પ્લોયર)ને ઓનલાઇન ભરતી પ્રક્રિયા માટે મોકલવામાં આવશે..નોકરીદાતા દ્વારા રોજગાર વાંછું ની ભરતી કરવા માટે ઓનલાઈન પદ્ધતિ જેમાં ટેલીફોનીક ઈન્ટરવ્યું ,વોટ્‌સ સેપ /ગુગલ ડુઓ વિડીયો –ઓડિયો કોલિંગ તેમજ અન્ય સ્ત્રોત મારફતે પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. પ્રાથમિક પસંદગી બાદ ફાઈનલ પસંદગી માટે કંપની /સંસ્થાની જરૂરિયાત મુજબ સોસલ ડીસ્ટન્સિંગનું પાલન કરીને ડોક્યુંમેન્ટ વેરીફીકેશન અને મેડીકલ કરવાનું રહેશે. ઉક્ત ઓનલાઈન ભરતી મેળામાં ભાગ લેવા અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરીની હેલ્પલાઇન નંબર ૦૨૬૭૩- ૨૩૯૧૫૯ અને ઈમેલ આઈ ડી ઙ્ઘી-ઙ્ઘટ્ઠરજ્રખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તv.ૈહ પર જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ દરમિયાન સંપર્ક કરવાનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.