દાહોદ જીલ્લામાં કરીયાણાનાની દુકાનો આગળ ગોળ માર્ક કરવામાં આવ્યા
દાહોદ જિલ્લા અમલી બનેલા લોકડાઉન દરમિયાન લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની તકલીફ ના પડે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરિયાણાની દુકાનો આગળ વધુ પડતી ભીડ એકઠી ન થાય અને લોકો એક બીજા થી એક મીટર જેટલા અંતરે રહે તે માટે કરીયાણાના ની દુકાન, દુધ – શાકભાજી ની દુકાન, મેડીકલ સ્ટોર જેવી જીવન જરૂરિયાતની આવશ્યક ચિજ વસ્તુઓ ની દુકાનો આગળ સ્ટેપ માર્ક કરવામાં આવ્યા હતા. દાહોદ એસપી શ્રી હિતેશ જોયસરે જણાવ્યું છે કે, દાહોદ નગરમાં હવે કરફ્યુનો સઘન અમલ કરાવવામાં આવશે. જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે આપવામાં આવેલી છૂટછાટ દરમિયાન લોકો ખોટી રીતે ભીડના કરે તે જરૂરી છે. આ માટે નિયત અંતર રાખીને જ ઉભા રહે તે જરૂરી છે. દાહોદમાં કરફ્યુના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. (મયુર રાઠોડ દાહોદ )